કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 07th, 03:15 pm

હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર

March 07th, 02:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને આ નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ઝાલાવાડમાં શાળામાં થેયલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

July 25th, 11:17 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે.