ઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 11:47 pm
આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા
July 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.પીએમ મોદી જકાર્તા પહોંચ્યા.
July 06th, 05:03 pm
પીએમ મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મુલાકાત
July 03rd, 08:42 pm
રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ, 2026 દરમિયાન ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની આ ચોથી મુલાકાત હશે અને મે 2018માં ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર આવ્યા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે. મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. જકાર્તામાં, પ્રધાનમંત્રી ભારતીય ડાયસ્પોરાના એક વિશાળ મેળાવડાને સંબોધિત કરશે. ભારત અને ઇન્ડોનેશિયા ઐતિહાસિક અને સૌહાર્દપૂર્ણ પરસ્પર લોક-સંબંધો ધરાવે છે. આ ખાસ સંબંધોને ધ્યાનમાં રાખીને, પ્રધાનમંત્રી ઇન્ડોનેશિયામાં યુનેસ્કો (UNESCO) ની અગ્રણી વિશ્વ ધરોહર સાઇટ એવા યોગ્યાકાર્તા ખાતેના પ્રમ્બનન મંદિર પરિસરની મુલાકાત લેશે.ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ
February 02nd, 02:45 pm
મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ!ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમનાં મહા કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય
February 02nd, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહા કુંબાભિશેગમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. કોબાલાન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના તમામ નાગરિકો કે જેઓ આ શુભ પ્રસંગમાં સામેલ હતા તેમને તથા આ દિવ્ય અને ભવ્ય મંદિરને વાસ્તવિક સ્વરૂપ આપનાર તમામ પ્રતિભાશાળી કલાકારોને પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.પીએમ મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા
September 07th, 06:58 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયાના જકાર્તા પહોંચ્યા.તેઓ આસિયાન-ઈન્ડિયા સમિટ તેમજ ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેશે.તેમના આગમન પર જકાર્તામાં ભારતીય સમુદાય દ્વારા નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.જકાર્તા, ઇન્ડોનેશિયાની મુલાકાત પહેલા પ્રધાનમંત્રી શ્રીનું પ્રસ્થાન નિવેદન
September 06th, 06:26 pm
મારૂં પ્રથમ જોડાણ 20મી આસિયાન-ભારત સમિટ હશે. હું ASEAN નેતાઓ સાથે આપણી ભાગીદારીની ભાવિ રૂપરેખા વિશે ચર્ચા કરવા આતુર છું, જે હવે તેના ચોથા દાયકામાં પ્રવેશી ચૂકી છે. ASEAN સાથે જોડાણ એ ભારતની એક્ટ ઈસ્ટ નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગયા વર્ષે દાખલ થયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ આપણા સંબંધોમાં નવી ગતિશીલતા દાખલ કરી છે.પ્રધાનમંત્રી શ્રીની જકાર્તા, ઇન્ડોનેશિયાની મુલાકાત (સપ્ટેમ્બર 06-07, 2023)
September 02nd, 07:59 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ શ્રી જોકો વિડોડોના આમંત્રણ પર 06-07 સપ્ટેમ્બર 2023ના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તાની મુલાકાતે જશે.પ્રધાનમંત્રીએ પુરૂષોની ટ્રીપલ જંપ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ અર્પિન્દર સિંહને અભિનંદન પાઠવ્યા
August 29th, 07:58 pm
ઇન્ડોનેશિયાના જકાર્તા-પાલેમ્બાંગ ખાતે ચાલી રહેલા 18માં એશિયાઈ રમતોત્સવ 2018માં પુરુષોની ટ્રીપલ જંપ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અર્પિન્દર સિંહને અભિનંદન પાઠવ્યા હતા.ઇન્ડોનેશિયામાં ભારતીય સમુદાયના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (30 મે, 2018)
May 30th, 02:25 pm
હું ઇન્ડોનેશિયાના નાગરિકો, તમારા તમામનો અને ખાસ કરીને રાષ્ટ્રપતિ વિડોડોનો આભાર માનું છું જેમણે રમઝાનના આ પવિત્ર મહિનામાં મારું સ્વાગત કર્યું છે. આજે સવારે ઇન્ડોનેશિયાની વિવિધતાની ઝલક જોવા મળી. વિભિન્ન પોશાકમાં નાગરિકો અને બાળકોએ મારૂ સ્વાગત કર્યું. તેમણે મારા હૃદયની સ્પર્શી લીધું.જકાર્તામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
May 30th, 02:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 મે, 2018) જકાર્તામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમણે આ સંબોધનમાં ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના વિશેષ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને આ અગાઉ નવી દિલ્હીમાં યોજાયેલ પ્રજાસત્તાક દિનની ઉજવણીની યાદ અપાવી હતી, જેમાં ઇન્ડોનેશિયા સહિતના 10 આસિયાન દેશોના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નોંધ લીધી હતી કે વર્ષ 1950ની નવી દિલ્હીની પ્રજાસત્તાક દિનની પરેડમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન હતા તે કોઈ યોગાનુયોગ ન હતો.ઇન્ડો-પેસિફિકમાં ભારત-ઇન્ડોનેશિયા દરિયાઇ સહયોગનો સહભાગી દ્રષ્ટિકોણ
May 30th, 02:20 pm
29-30 મે, 2018ના રોજ ભારતના પ્રધાનમંત્રીની ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોકો વિડોડો અને મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડો-પેસિફિક દરિયાઇ સહયોગ પર બંને દેશોના સહભાગી દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરી હતી.વડાપ્રધાન મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વિડોડોએ નોખા પ્રકારના પતંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું
May 30th, 01:18 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ એક ખાસ પ્રકારના પતંગ પ્રદર્શનનું જકાર્તામાં ઉદ્ઘાટન કર્યું હતું. અહીં પ્રદર્શિત કરવામાં આવેલા પતંગો રામાયણ અને મહાભારતના પ્રસંગો પર આધારિત હતા.વડાપ્રધાન મોદીએ ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી
May 30th, 11:01 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં મર્ડેકા પેલેસ ખાતે ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી. તેમની મુલાકાત દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ભારત-ઇન્ડોનેશિયા સહકારને વધારવાના માર્ગો પર વિચાર-વિમર્શ કરવા અંગે ચર્ચા હાથ ધરાઈ હતી.ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
May 30th, 10:50 am
આ મહાન અને સુંદર દેશનો આ મારો પ્રથમ પ્રવાસ છે. હું સૌ પ્રથમ તો આ પ્રવાસ માટેની શાનદાર વ્યવસ્થા અને ઉષ્માસભર આતિથ્ય સત્કાર બદલ રાષ્ટ્રપતિ વિડોડોને માટે આભારની લાગણી વ્યક્ત કરૂ છું.વડાપ્રધાન મોદીએ જકાર્તામાં કાલીબાતા નેશનલ હિરોઝ કેમેટ્રી ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો
May 30th, 09:06 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની આઝાદીની ચળવળના શહીદોને કાલીબાતા નેશનલ હિરોઝ કેમેટ્રી ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.જકાર્તા, ઇન્ડોનેશિયા આવી પહોંચતા વડાપ્રધાન મોદી
May 29th, 06:45 pm
પોતાની ત્રણ રાષ્ટ્રોની યાત્રાની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તા, ઇન્ડોનેશિયા આવી પહોંચ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ જોકો વિડોડોને મળશે અને ભારત-ઇન્ડોનેશિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા હાથ ધરશે. વડાપ્રધાન તેમની યાત્રા દરમ્યાન ઇન્ડોનેશિયાના ભારતીય સમાજ સાથે પણ વાર્તાલાપ કરશે.