દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 14th, 01:25 pm
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહજી, અહીંના લોકપ્રિય અને કર્મઠ યુવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી નિતિન ગડકરીજી, અજય ટમટાજી, ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ગવર્નર આનંદી બેન, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, મંચ પર ઉપસ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટજી, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીજી, પૂર્વ મુખ્યમંત્રી ભાઈ રમેશ પોખરિયાલ, વિજય બહુગુણાજી, તીરથ સિંહ રાવતજી, ત્રિવેન્દ્ર સિંહ રાવતજી, ઉત્તરાખંડ સરકારના તમામ મંત્રીગણ, સાંસદ અને ધારાસભ્યગણ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલાં ભાઈઓ બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું
April 14th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હી-દહેરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તરાખંડ અને વ્યાપક પ્રદેશના વિકાસમાં એક ઐતિહાસિક ક્ષણ છે. દહેરાદૂનમાં આ કાર્યક્રમમાં બોલતા, પ્રધાનમંત્રીએ વૈશાખી, બોહાગ બિહુ અને પુથાંડુના અવસરે દેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને નોંધ્યું હતું કે ઉદ્ઘાટન ભારતભરમાં તહેવારોની ઉજવણીના સમયગાળા સાથે સુસંગત છે.પ્રધાનમંત્રી 14 એપ્રિલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે
April 13th, 04:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 એપ્રિલ 2026 ના રોજ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રી દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરના એલિવેટેડ સેક્શન પરના વાઇલ્ડલાઇફ કોરિડોરની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના સહારનપુરની મુલાકાત લેશે. સવારે લગભગ 11:40 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂન નજીક જય મા દાત કાલી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:30 વાગ્યે, પ્રધાનમંત્રી દેહરાદૂનમાં એક જાહેર કાર્યક્રમમાં દિલ્હી-દેહરાદૂન ઈકોનોમિક કોરિડોરનું ઉદઘાટન કરશે અને આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.