વડાપ્રધાને જગદગુરુ પૂજ્યશ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યના અવસાન પર શોક વ્યક્ત કર્યો
February 28th, 11:16 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગદગુરુ પૂજ્યશ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “ શ્રી કાંચી કામકોટી પીઠના આચાર્ય જગદગુરુ પૂજ્યશ્રી જયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્યના અવસાનથી ઘેરા દુઃખની લાગણી અનુભવું છું. તેઓ લાખો અનુયાયીઓના હ્રદય અને મનમાં તેમની અથાગ સેવા અને ઉમદા વિચારોને લીધે જીવંત રહેશે. આત્મા માટે ઓમ શાંતિ.”