પ્રધાનમંત્રીએ ITBP સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

October 24th, 10:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના સ્થાપના દિવસ પર તમામ ITBP હિમવીરોને અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્ર પ્રત્યે દળની અનુકરણીય સેવાનો સ્વીકાર કરતા, પ્રધાનમંત્રીએ તેમની હિંમત, શિસ્ત અને ફરજ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે આપત્તિ રાહત અને બચાવ મિશન દરમિયાન તેમની કરુણા અને તત્પરતાની પણ પ્રશંસા કરી, જે તેમની સેવા અને માનવતાની શ્રેષ્ઠ પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ આઈટીબીપીના સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી હિમવીરોને શુભેચ્છા પાઠવી

October 24th, 10:41 am

આઈટીબીપીના સ્થાપના દિવસ નિમિત્તે આઈટીબીપી હિમવીરો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈટીબીપીને બહાદુરી અને સમર્પણના પ્રતીક તરીકે બિરદાવ્યા. તેમણે કુદરતી આફતો અને બચાવ કામગીરી દરમિયાન તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી જે લોકોમાં અપાર ગૌરવની ભાવના ઊભી કરે છે.