ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઈઝેશન એસેમ્બલી 2024માં ઈન્ડસ્ટ્રીના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
October 15th, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન – વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (આઇટીયુ-ડબલ્યુટીએસએ) 2024 દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની 8મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ડબલ્યુટીએસએ (WTSA) એ આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન, યુનાઇટેડ નેશન્સ એજન્સી ફોર ડિજિટલ ટેકનોલોજીસના સ્ટાન્ડર્ડાઇઝેશન કાર્ય માટેની ગવર્નિંગ કોન્ફરન્સ છે, જે દર ચાર વર્ષે આયોજિત થાય છે. ભારત અને એશિયા-પેસિફિકમાં પહેલીવાર આઇટીયુ-ડબલ્યુટીએસએનું આયોજન થઇ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ઇવેન્ટ છે, જેણે ટેલિકોમ, ડિજિટલ અને આઇસીટી ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતા 190થી વધારે દેશોના 3,000થી વધારે ઉદ્યોગજગતના અગ્રણીઓ, નીતિઘડવૈયાઓ અને ટેક નિષ્ણાતોને એકમંચ પર લાવ્યા છે.આઇટીયુ વર્લ્ડ ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 15th, 10:05 am
મંત્રીમંડળમાં મારા સહયોગી જ્યોતિરાદિત્ય સિંધિયા જી, ચંદ્રશેખર જી, આઈટીયુના મહાસચિવ, વિવિધ દેશોના મંત્રીઓ, ભારતના વિવિધ રાજ્યોના તમામ મંત્રીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ટેલિકોમ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સની દુનિયાના મારા પ્રિય યુવાનો, દેશના અન્ય મહાનુભાવો. દેશ-દુનિયામાંથી આવેલા મહાનુભવો, દેવીઓ અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આઇટીયુ વર્લ્ડ ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું ઉદઘાટન કર્યું
October 15th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન - વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.પીએમ 15મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં ITU વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું ઉદ્ઘાટન કરશે
October 14th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન - વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કરશે.પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે
December 31st, 12:56 pm
પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI - SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓગસ્ટ 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આનાથી ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.ગુજરાતમાં સ્વાગતના 20 વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના ભાષણ અને સંબોધનનો મૂળપાઠ
April 27th, 04:32 pm
મારી સાથે સીધો સંવાદ કરશે. જૂના સમયના સાથીઓને મળી શક્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. ચાલો જોઈએ કે કોને પહેલા વાત કરવાની તક મળે છે.પ્રધાનમંત્રીએ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી
March 24th, 08:28 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના મહાસચિવ ડોરીન બોગદાન-માર્ટિન સાથે મુલાકાત કરી. બંને મહાનુભાવોએ વધુ સારી અને ટકાઉ પૃથ્વી માટે ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરના ઉદ્ઘાટન સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
March 22nd, 03:34 pm
આજનો દિવસ ખૂબ જ ખાસ છે, ખૂબ જ પવિત્ર છે. 'હિન્દુ કેલેન્ડર'નું નવું વર્ષ આજથી શરૂ થયું છે. હું તમને અને તમામ દેશવાસીઓને વિક્રમ સંવત 2080ની શુભેચ્છા પાઠવું છું. આપણા વિશાળ, વૈવિધ્યસભર દેશમાં સદીઓથી વિવિધ કેલેન્ડર પ્રચલિત છે. કોલ્લમ કાળનું મલયાલમ કેલેન્ડર છે, તમિલ કેલેન્ડર છે, જે સેંકડો વર્ષોથી ભારતને તારીખનું જ્ઞાન આપી રહ્યું છે. વિક્રમ સંવત પણ 2080 વર્ષ પહેલાથી ચાલી રહ્યું છે. વર્ષ 2023 હાલમાં ગ્રેગોરિયન કેલેન્ડરમાં ચાલી રહ્યું છે, પરંતુ વિક્રમ સંવત તેના કરતાં 57 વર્ષ વહેલું છે. મને ખુશી છે કે નવા વર્ષના પ્રથમ દિવસે, ભારતમાં ટેલિકોમ, આઈસીટી અને સંબંધિત નવીનતાઓને લઈને એક મોટી શરૂઆત કરવામાં આવી રહી છે. આજે, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU)ની એરિયા ઑફિસ અને માત્ર એરિયા ઑફિસ જ નહીં, એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આ સાથે આજે 6G ટેસ્ટ-બેડ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી સંબંધિત અમારા વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરવામાં આવ્યું છે. ડિજિટલ ઈન્ડિયાને નવી ઉર્જા આપવાની સાથે, તે દક્ષિણ એશિયા માટે, ગ્લોબલ સાઉથ માટે નવા ઉકેલો, નવી નવીનતાઓ પણ લાવશે. આ ખાસ કરીને અમારા એકેડેમિયા, અમારા ઇનોવેટર્સ-સ્ટાર્ટ અપ, અમારા ઉદ્યોગ માટે ઘણી નવી તકો ઊભી કરશે.પ્રધાનમંત્રીએ ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું
March 22nd, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઓફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું પણ અનાવરણ કર્યું અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કર્યું. તેમણે 'Call Before u Dig' એપ પણ લોન્ચ કરી. ITU એ સંયુક્ત રાષ્ટ્રની માહિતી અને સંચાર તકનીકો (ICTs) માટેની વિશિષ્ટ એજન્સી છે. ભારતે એરિયા ઓફિસની સ્થાપના માટે ITU સાથે માર્ચ 2022માં યજમાન દેશ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, અફઘાનિસ્તાન અને ઈરાનને સેવા આપશે, રાષ્ટ્રો વચ્ચે સંકલન વધારશે અને આ ક્ષેત્રમાં પરસ્પર ફાયદાકારક આર્થિક સહયોગને પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રી શ્રી 22મી માર્ચે ITU એરિયા ઑફિસ અને ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે
March 21st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22મી માર્ચ, 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં એક કાર્યક્રમમાં ભારતમાં નવા ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન (ITU) એરિયા ઑફિસ અને ઈનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારત 6G વિઝન ડોક્યુમેન્ટનું અનાવરણ કરશે અને 6G R&D ટેસ્ટ બેડ લોન્ચ કરશે. તે 'Call Before u dig' એપ પણ લોન્ચ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.