કેબિનેટે ગુજરાતના વાડીનાર ખાતે શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા)ને મંજૂરી આપી
May 05th, 06:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક શિપ રિપેર ફેસિલીટી (જહાજ સમારકામ સુવિધા) ના વિકાસને મંજૂરી આપી છે, જે રાષ્ટ્રીય શિપ રિપેર ઇકોસિસ્ટમનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. આ પ્રોજેક્ટ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા ₹1,570 કરોડના સંયુક્ત રોકાણ સાથે સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે.પ્રધાનમંત્રી 16-17 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે
January 14th, 09:36 pm
પ્રધાનમંત્રી 16મી જાન્યુઆરીએ, બપોરે 1:30 વાગ્યે, આંધ્રપ્રદેશના લેપાક્ષી, વીરભદ્ર મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી સત્ય સાઈ જિલ્લાના પલાસમુદ્રમ પહોંચશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ની 74મી અને 75મી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.