રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રીના વિડિયો સંદેશનો મૂળપાઠ

August 23rd, 11:00 am

કેન્દ્રીય મંત્રીમંડળના સાથીઓ, ઇસરો અને અંતરિક્ષ ક્ષેત્રના તમામ વૈજ્ઞાનિકો અને ઇજનેરો અને મારા પ્રિય દેશવાસીઓ!

રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

August 23rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ 2025 નિમિત્તે એક વિડિયો સંદેશ દ્વારા સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે, હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષનો વિષય, આર્યભટ્ટથી ગગનયાન સુધી, ભારતના ભૂતકાળના આત્મવિશ્વાસ અને ભવિષ્ય માટેના સંકલ્પ બંનેને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે ખૂબ જ ટૂંકા ગાળામાં, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ભારતના યુવાનો માટે આકર્ષણ અને ઉત્સાહનો પ્રસંગ બની ગયો છે, જે રાષ્ટ્રીય ગૌરવનો વિષય છે. તેમણે વૈજ્ઞાનિકો અને યુવાનો સહિત અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રી મોદીએ માહિતી આપી કે ભારત હાલમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડનું આયોજન કરી રહ્યું છે, જેમાં સાઠથી વધુ દેશોના લગભગ 300 યુવા સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરી કે આ કાર્યક્રમમાં ઘણા ભારતીય સહભાગીઓએ મેડલ જીત્યા છે. તેમણે કહ્યું કે આ ઓલિમ્પિયાડ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના ઉભરતા વૈશ્વિક નેતૃત્વનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે યુવાનોમાં અંતરિક્ષમાં રસ વધારવા માટે, ISROએ ઇન્ડિયન સ્પેસ હેકાથોન અને રોબોટિક્સ ચેલેન્જ જેવી પહેલ શરૂ કરી છે. તેમણે આ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન આપ્યા હતા.

ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળપાઠ

August 12th, 04:34 pm

64 દેશોના 300થી વધુ ચમકતા તારાઓ સાથે જોડાવાનો આનંદ છે. ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે હું ભારતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભારતમાં: પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે, અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું અવલોકન કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે. ઉદાહરણ તરીકે, 5મી સદીમાં, આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. તેઓ સૌપ્રથમ એવું પણ કહેતા હતા કે પૃથ્વી તેની ધરી પર ફરે છે. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખગોળશાસ્ત્ર અને ખગોળીય ભૌતિકશાસ્ત્ર પરના 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધન કર્યુ

August 12th, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક વિડિઓ સંદેશ દ્વારા ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર 18મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 64 દેશોના 300થી વધુ સહભાગીઓ સાથે જોડાવાનો આનંદ વ્યક્ત કર્યો, અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ માટે તેમનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતમાં, પરંપરા નવીનતાને મળે છે, આધ્યાત્મિકતા વિજ્ઞાનને મળે છે અને જિજ્ઞાસા સર્જનાત્મકતાને મળે છે. સદીઓથી, ભારતીયો આકાશનું નિરીક્ષણ કરી રહ્યા છે અને મોટા પ્રશ્નો પૂછી રહ્યા છે, શ્રી મોદીએ કહ્યું હતું. તેમણે આર્યભટ્ટનું ઉદાહરણ આપ્યું, જેમણે 5મી સદીમાં શૂન્યની શોધ કરી હતી અને પૃથ્વી તેની ધરી પર ફરે છે તેવું સૌપ્રથમ કહ્યું હતું. શાબ્દિક રીતે, તેમણે શૂન્યથી શરૂઆત કરી અને ઇતિહાસ રચ્યો! પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું.