નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ

June 26th, 11:37 am

નશીલી દવાઓના દુરઉપયોગ અને ગેરકાયદે તસ્કરીના વિરોધમાં આંતરરાષ્ટ્રીય દિવસના અવસર પર આજે હું એ બધા લોકોનું અભિવાદન કરું છું જે આપણા સમાજમાંથી નશીલા પદાર્થોના ખતરાને ખતમ કરવા માટે ભૂમિગત રીતે કાર્ય કરે છે. જીવનને બચાવવા માટે કરવામાં આવેલ આવો દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. આખરે તો નશો પોતાની સાથે અંધકાર, વિનાશ અને બરબાદી લઈને આવે છે.