પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર તમામ વાઈલ્ડલાઈફ લવર્સને શુભેચ્છા પાઠવી
December 04th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ પર ચિત્તાના રક્ષણ માટે સમર્પિત તમામ વન્યજીવન પ્રેમીઓ અને સંરક્ષણવાદીઓને અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ત્રણ વર્ષ પહેલાં, અમારી સરકારે આ ભવ્ય પ્રાણીની સુરક્ષા અને તે ઈકોસિસ્મટને ફરીથી બનાવવાના હેતુસર પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો જેમાં તેઓ ખરેખર વિકસી શકે. આ ખોવાયેલા પર્યાવરણીય વારસાને પુનર્જીવિત કરવાનો અને આપણી જૈવવિવિધતાને મજબૂત કરવાનો પણ એક પ્રયાસ હતો.