ભોપાલમાં દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહાસંમેલનમાં વિવિધ પ્રોજેક્ટ્સના લોન્ચ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 31st, 11:00 am
મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવજી, ટેકનોલોજી દ્વારા આપણી સાથે જોડાયેલા કેન્દ્રીય મંત્રીઓ, ઇન્દોરથી તોખન સાહુજી, દતિયાથી રામ મોહન નાયડુજી, સતનાથી મુરલીધર મોહોલજી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાજી, મંચ પર હાજર રાજેન્દ્ર શુક્લાજી, લોકસભામાં મારા સાથી વી.ડી. શર્માજી, અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું
May 31st, 10:27 am
લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે 'મા ભારતી'ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા આવેલી બહેનો અને પુત્રીઓની મોટી ભીડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની હાજરીથી તેઓ સન્માનિત અનુભવે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી, 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા પ્રયાસમાં યોગદાન આપવાની ક્ષણ છે. દેવી અહિલ્યાબાઈને ટાંકીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે સાચું શાસન એટલે લોકોની સેવા કરવી અને તેમના જીવનમાં સુધારો કરવો. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ તેમના દ્રષ્ટિકોણનું પ્રતીક છે અને તેમના આદર્શોને આગળ ધપાવે છે. પ્રધાનમંત્રીએ ઇન્દોર મેટ્રોના શુભારંભ તેમજ દતિયા અને સતના સુધી હવાઈ જોડાણના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં માળખાગત સુવિધામાં વધારો કરશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકોનું સર્જન કરશે. તેમણે ઉપસ્થિત દરેકને અભિનંદન આપ્યા હતા.AAP-da's sinking ship will drown in Yamuna Ji: PM Modi in Kartar Nagar, Delhi
January 29th, 01:16 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”PM Modi’s power-packed rally in Kartar Nagar ignites BJP’s campaign
January 29th, 01:15 pm
PM Modi today, addressed a massive crowd in Kartar Nagar, declared that Delhi had rejected excuses, fake promises, and deception. He asserted that the city demanded a double-engine BJP government focused on welfare and development, ensuring housing, modernization, piped water, and an end to the tanker mafia. Confident of victory, he proclaimed, On February 5th, AAP-da Jayegi, BJP Aayegi!”પ્રધાનમંત્રીએ ઇન્દોર અને ઉદયપુરને વિશ્વના 31 વેટલેન્ડ માન્યતા પ્રાપ્ત શહેરોની યાદીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા
January 25th, 05:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્દોર અને ઉદયપુરને વિશ્વના 31 વેટલેન્ડ માન્યતા પ્રાપ્ત શહેરોની યાદીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ માન્યતા સતત વિકાસ અને પ્રકૃતિ અને શહેરી વિકાસ વચ્ચે સંવાદિતાને પોષવા માટેની ભારતની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
November 24th, 11:30 am
મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપીઃ બે મુખ્ય વાણિજ્યિક કેન્દ્રો – મુંબઈ અને ઇન્દોર વચ્ચે સૌથી ટૂંકું રેલવે જોડાણ પ્રદાન કરશે
September 02nd, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે. આ પરિયોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારના લોકોને “આત્મનિર્ભર” બનાવશે જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.ઈન્દોરમાં 'મઝદૂરોં કા હિત મજદૂરોં કો સમર્પિત' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ
December 25th, 12:30 pm
આજનો કાર્યક્રમ આપણા શ્રમજીવી ભાઈઓ-બહેનોની વર્ષોની તપસ્યાને અંજલિ સમાન છે., તેમના ઘણા વર્ષોના સપના અને સંકલ્પોનું પરિણામ. અને મને ખુશી છે કે આજે અટલજીની જયંતી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ નવી સરકાર, નવા મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશમાં મારો પ્રથમ જાહેર કાર્યક્રમ અને તે પણ ગરીબ, મારા કચડાયેલા મજૂર ભાઈઓ અને બહેનો માટે ત્યાં હોવું અને આવા કાર્યક્રમમાં ભાગ લેવાની તક મેળવવી, આ મારા માટે ખૂબ જ સંતોષની વાત છે.પ્રધાનમંત્રીએ ‘મઝદૂરોં કા હિત મઝદૂરોં કો સમર્પિત’ કાર્યક્રમમાં ભાગ લીધો
December 25th, 12:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘મઝદૂરોં કા હિત મઝદૂરોં કો સમર્પિત’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે હુકુમચંદ મિલના કામદારોના લેણાંને લગતા લગભગ રૂ. 224 કરોડનો ચેક ઇન્દોરના હુકુમચંદ મિલના મજૂર સંઘના સત્તાવાર લિક્વિડેટર અને વડાઓને પણ આપ્યો હતો. આ કાર્યક્રમ હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓનું સમાધાન દર્શાવે છે. શ્રી મોદીએ ખરગોન જિલ્લામાં 60 મેગાવોટના સોલર પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરનાં રોજ 'મઝદૂરોં કા હિત મજદૂરોં કો સમર્પિત' કાર્યક્રમમાં ભાગ લેશે અને હુકુમચંદ મિલનાં કામદારોનાં બાકી લેણાં સાથે સંબંધિત ચેક સુપરત કરશે
December 24th, 07:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 'મઝદૂરોં કા હિત મજદૂરોં કો સમર્પિત' કાર્યક્રમમાં સહભાગી થશે અને હુકુમચંદ મિલનાં કામદારોનાં બાકી લેણાં સાથે સંબંધિત આશરે રૂ. 224 કરોડનો ચેક ઇન્દોરનાં હુકુમચંદ મિલનાં સરકારી લિક્વિડેટર અને લેબર યુનિયનનાં વડાઓને 25 ડિસેમ્બર, 2023નાં રોજ બપોરે 12 વાગે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુપરત કરશે. આ કાર્યક્રમ હુકુમચંદ મિલ કામદારોની લાંબા સમયથી પડતર માંગણીઓના સમાધાનને ચિહ્નિત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રી પાંચમી ઓક્ટોબરના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે
October 04th, 09:14 am
પ્રધાનમંત્રી સવારે 11:15 વાગ્યે રાજસ્થાનનાં જોધપુરમાં માર્ગ, રેલવે, ઉડ્ડયન, સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી બપોરે 03:30 વાગ્યે મધ્યપ્રદેશના જબલપુર પહોંચશે, જ્યાં તેઓ ‘વીરાંગના રાણી દુર્ગાવતી સ્મારક અને ઉદ્યાન’નું ભૂમિ પૂજન કરશે તેમજ માર્ગ, રેલવે, ગેસ પાઇપલાઇન, આવાસ અને પીવાના સ્વચ્છ પાણી જેવા ક્ષેત્રોમાં રૂ. 12,600 કરોડથી વધુની કિંમતની યોજનાઓનું પણ ઉદઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે.મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં વિવિધ પરિયોજનાઓના ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ સમારંભમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
October 02nd, 09:07 pm
મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી નરેન્દ્ર સિંહજી તોમર, વીરેન્દ્ર કુમારજી, જ્યોતિરાદિત્ય સિંધિયાજી, અન્ય તમામ ઉપસ્થિત મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા છે તેવા મારા પરિવારના તમામ સભ્યો, ગ્વાલિયરની આ ઐતિહાસિક ભૂમિને હું શત્ શત્ વંદન કરું છુ.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને અર્પણ કરી
October 02nd, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ગ્વાલિયરમાં આશરે રૂ. 19,260 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી-વડોદરા એક્સપ્રેસવે, પીએમએવાય હેઠળ નિર્મિત 2.2 લાખથી વધારે મકાનોનાં ગૃહ પ્રવેશ અને પીએમએવાય – અર્બન હેઠળ નિર્મિત મકાનોનું લોકાર્પણ, જલ જીવન મિશનનાં પ્રોજેક્ટ્સ માટે શિલારોપણ, આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન અંતર્ગત 9 હેલ્થ સેન્ટર્સ, આઇઆઇટી ઇન્દોરનાં શૈક્ષણિક ભવનનું લોકાર્પણ અને કૅમ્પસમાં છાત્રાલય અને અન્ય ઇમારતો માટે ખાતમુહૂર્ત તથા ઇન્દોરમાં મલ્ટિ-મૉડલ લોજિસ્ટિક્સ પાર્કનું લોકાર્પણ સામેલ છે.મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
September 14th, 12:15 pm
બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
September 14th, 11:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.જી20 શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક દરમિયાન પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશનો મૂળપાઠ
July 21st, 09:06 am
તમારું જૂથ રોજગાર- સૌથી મહત્વપૂર્ણ આર્થિક અને સામાજિક પરિબળોમાંના એકની ચર્ચા કરી રહ્યું છે. આપણે રોજગારના ક્ષેત્રમાં કેટલાક મોટા ફેરફારોની સંપૂર્ણ પકડમાં છીએ. અને, આપણે આ ઝડપી ફેરફારોને પહોંચી વળવા માટે પ્રતિભાવશીલ અને અસરકારક વ્યૂહરચનાઓ તૈયાર કરવાની જરૂર છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિના આ યુગમાં રોજગાર માટે ટેકનોલોજી મુખ્ય ચાલકબળ બની ગઈ છે અને રહેશે. તે ભાગ્યશાળી છે કે આ બેઠક એવા દેશમાં થઈ રહી છે, જેને છેલ્લા આ પ્રકારની ટેકનોલોજી-સંચાલિત પરિવર્તન દરમિયાન મોટી સંખ્યામાં તકનીકી નોકરીઓનું સર્જન કરવાનો અનુભવ મળ્યો છે. અને તમારું યજમાન શહેર ઇન્દોર ઘણા સ્ટાર્ટઅપ્સનું ઘર છે જે આવા પરિવર્તનની નવી તરંગનું નેતૃત્વ કરે છે.પ્રધાનમંત્રીએ જી20 શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું
July 21st, 09:05 am
રોજગારી એ સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક અને સામાજિક પરિબળોમાંનું એક છે એ બાબત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશ્વ રોજગારીનાં ક્ષેત્રમાં સૌથી મોટાં પરિવર્તનોનાં બૂરવા પર છે તથા તેમણે આ ઝડપી પરિવર્તનોનું સમાધાન કરવા માટે જવાબદાર અને અસરકારક વ્યૂહરચનાઓ તૈયાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિનાં આ યુગમાં રોજગારી માટે ટેકનોલોજી મુખ્ય પ્રેરકબળ બની ગઈ છે અને રહેશે. તેમણે છેલ્લાં આ પ્રકારનાં ટેકનોલોજી-સંચાલિત પરિવર્તન દરમિયાન ભારતની અસંખ્ય ટેકનોલોજી રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા પર પ્રકાશ પાડ્યો હતો તથા યજમાન શહેર ઇન્દોરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે આ પ્રકારનાં પરિવર્તનોની નવી લહેરનું નેતૃત્વ કરી રહેલા ઘણાં સ્ટાર્ટઅપ્સનું ઘર છે.પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
June 27th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.નેપાળના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો અનુવાદ
June 01st, 12:00 pm
મહામહિમ પ્રધાનમંત્રી પ્રચંડજી, બંને પ્રતિનિધિમંડળના સભ્યો, મીડિયાના અમારા મિત્રો,પીએમએ ઈન્દોર દુર્ઘટનાના પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
March 30th, 07:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્દોર દુર્ઘટના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.