મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

February 08th, 08:35 am

સૌ પ્રથમ હું મારા નજીકના મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગત વર્ષે, હું ASEAN સમિટ માટે મલેશિયા આવી શક્યો ન હતો. પરંતુ મેં મારા પ્રિય મિત્રને વચન આપ્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે મલેશિયાની મુલાકાત લઈશ. અને આજે 2026ના મારા પ્રથમ વિદેશ પ્રવાસ પર, હું મલેશિયા આવ્યો છું.

ભારતના પ્રધાનમંત્રીની મલેશિયાની સત્તાવાર મુલાકાત અવસર પર ભારત-મલેશિયા સંયુક્ત નિવેદન

February 08th, 08:30 am

ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 7 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન મલેશિયાની સત્તાવાર મુલાકાત લીધી. આ મુલાકાત બંને દેશો વચ્ચેની ઊંડી મિત્રતા અને સભ્યતા પર આધારિત લોકો-થી-લોકોના સ્થાયી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે બંને નેતાઓની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.

મલેશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન

February 07th, 03:59 pm

સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માનું છું. ભારત-મલેશિયા મિત્રતાના વ્યાપ અને ભાવિ ક્ષમતા પર હમણાં જ તેમના ભાષણમાં આપેલા ખૂબ જ માયાળુ શબ્દો માટે પણ હું તેમનો આભાર માનું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર, મલેશિયામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો

February 07th, 03:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અભિવાદનની ઉષ્મા સહિયારી સંસ્કૃતિની સુંદર વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમના પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને તેમની કારમાં કાર્યક્રમમાં લાવ્યા હતા. આ વિશેષ ભાવનાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ભારત પ્રત્યેનો અને ત્યાં હાજર લોકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, શ્રી મોદીએ ઉમેર્યું હતું.

નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી મનમાં જે અપાર શાંતિ અનુભવાય છે તે અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું

April 01st, 10:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રી દરમિયાન દેવી માતાની પૂજા કરવાથી મનને ભરપૂર શાંતિ મળે છે તે વાતને યાદ કરી. તેમણે પંડિત ભીમસેન જોશીનું ભજન પણ ગાયું.

‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)

February 23rd, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત પાર્શ્વગાયક શ્રી પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 10th, 09:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત પાર્શ્વગાયક શ્રી પી. જયચંદ્રનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, વિવિધ ભાષાઓમાં તેમની ભાવનાત્મક રજૂઆતો આવનારી પેઢીઓ સુધી હૃદયને સ્પર્શતી રહેશે.

બંધારણ એ આપણો માર્ગદર્શક પ્રકાશ છેઃ મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

December 29th, 11:30 am

મન કી બાતના આ એપિસોડમાં પીએમ મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ અને પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ સહિત ભારતની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે બસ્તર ઓલિમ્પિક્સની સફળતાની પ્રશંસા કરી હતી અને સ્વાસ્થ્યને લગતી નોંધપાત્ર સફળતાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેમ કે મેલેરિયા નાબૂદીમાં પ્રગતિ અને આયુષ્માન ભારત યોજના હેઠળ કેન્સરની સારવારમાં પ્રગતિ. આ ઉપરાંત તેમણે ઓડિશાનાં કાલાહાંડીમાં કૃષિ પરિવર્તનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 16th, 12:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મન કી બાત: ‘મારો પહેલો વોટ – દેશ કે લિયે’...પીએમ મોદીએ પહેલીવાર મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરી.

February 25th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’ના 11૦મા એપિસૉડમાં આપનું સ્વાગત છે. હંમેશાંની જેમ, આ વખતે પણ તમારાં બહુ બધાં સૂચનો, ઇનપૂટ્સ અને કૉમેન્ટ્સ મળ્યાં છે. અને હંમેશાંની જેમ આ વખતે પણ એ પડકાર છે કે કયા-કયા વિષયોને સમાવવામાં આવે. મને સકારાત્મકતાથી ભરેલાં એકથી એક ચડિયાતાં ઇનપૂટ્સ મળ્યાં છે. તેમાં ઘણા બધા એવા દેશવાસીઓનો ઉલ્લેખ છે, જે બીજા માટે આશાનું કિરણ બનીને તેમના જીવનમાં શ્રેષ્ઠતા 8 લાવવામાં લાગેલા છે.

પ્રધાનમંત્રીએ ભારત-ઓમાનના સંયુક્ત સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી

January 30th, 10:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનમાં ભારતીય દૂતાવાસ ખાતે એમ્બેસી રિસેપ્શનમાં રજૂ કરાયેલા ગણતંત્ર દિવસના સંયુક્ત ભારત-ઓમાન સંગીતના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 09th, 10:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયાના સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્તાદ રાશિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં તુલસીપીઠ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

October 27th, 03:55 pm

હું ચિત્રકૂટની પાવન ભૂમિને ફરી એકવાર વંદન કરું છું. આ મારું સૌભાગ્ય છે કે, આજે મને આખો દિવસ અલગ અલગ મંદિરોમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને સંતોના આશીર્વાદ પણ મેળવી શક્યો છું. ખાસ કરીને જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી તરફથી મને જે પ્રેમ મળે છે તે મને અભિભૂત કરી નાખે છે. તમામ શ્રદ્ધેય સંતો, મને ખુશી છે કે આજે આ પવિત્ર સ્થાન પર જગદ્ગુરુજીના પુસ્તકોનું વિમોચન કરવાની મને તક મળી છે. અષ્ટાધ્યાયી ભાષ્ય, રામાનંદાચાર્ય ચરિતમ અને ભગવાન કૃષ્ણની રાષ્ટ્રલીલા, આ બધા જ ગ્રંથો ભારતની મહાન જ્ઞાન પરંપરાને વધુ સમૃદ્ધ બનાવશે. હું આ પુસ્તકોને જગદ્ગુરુજીના આશીર્વાદનું અન્ય એક સ્વરૂપ માનું છું. આ પુસ્તકોના વિમોચન બદલ આપ સૌને હું અભિનંદન પાઠવું છું.

PM addresses programme at Tulsi Peeth in Chitrakoot, Madhya Pradesh

October 27th, 03:53 pm

PM Modi visited Tulsi Peeth in Chitrakoot and performed pooja and darshan at Kanch Mandir. Addressing the gathering, the Prime Minister expressed gratitude for performing puja and darshan of Shri Ram in multiple shrines and being blessed by saints, especially Jagadguru Rambhadracharya. He also mentioned releasing the three books namely ‘Ashtadhyayi Bhashya’, ‘Rambhadracharya Charitam’ and ‘Bhagwan Shri Krishna ki Rashtraleela’ and said that it will further strengthen the knowledge traditions of India. “I consider these books as a form of Jagadguru’s blessings”, he emphasized.

કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023 અને વારાણસીમાં અટલ આવાસ વિદ્યાલયના સમર્પણના સમાપન સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ.

September 23rd, 08:22 pm

બાબાના આશીર્વાદથી કાશીનું માન દરરોજ નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. G-20 સમિટ દ્વારા ભારતે સમગ્ર વિશ્વમાં પોતાનો ઝંડો ઊંચક્યો છે, પરંતુ તેમાં કાશીની ચર્ચા વિશેષ છે. કાશીની સેવા, કાશીનો સ્વાદ, કાશીની સંસ્કૃતિ અને કાશીનું સંગીત... G-20 માટે કાશીમાં આવેલા દરેક મહેમાન તેને પોતાની યાદોમાં પોતાની સાથે લઈ ગયા છે. હું માનું છું કે G-20ની આ અદ્ભુત સફળતા મહાદેવના આશીર્વાદથી જ શક્ય બની છે.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું

September 23rd, 04:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રુદ્રાક્ષ આંતરરાષ્ટ્રીય સહકાર અને કન્વેન્શન સેન્ટરમાં કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવ 2023નાં સમાપન સમારંભને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સમગ્ર ઉત્તરપ્રદેશમાં આશરે રૂ. 1115 કરોડનાં ખર્ચે નિર્મિત 16 અટલ આવાસીય વિદ્યાલયોનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ કાશી સંસદ ખેલ પ્રતિયોગિતાના રજિસ્ટ્રેશન માટે પોર્ટલ પણ લોંચ કર્યું હતું. તેમણે કાશી સંસદ સાંસ્કૃતિક મહોત્સવના વિજેતાઓને ઇનામો પણ એનાયત કર્યા હતા. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ અગાઉ અટલ અવસિયા વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રીએ ગાયક મુકેશને તેમની 100મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

July 22nd, 07:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાયક મુકેશ દ્વારા બનાવવામાં આવેલ ભારતીય સંગીત પર અમીટ છાપને યાદ કરી છે. આજે મેલોડીના ઉસ્તાદની 100મી જન્મજયંતિ છે.

પ્રધાનમંત્રીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો

May 10th, 01:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સંતૂરવાદક ઉસ્તાદ પંડિત શિવકુમાર શર્માના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

ગ્રેમી વિજેતા રિકી કેજે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

April 14th, 08:57 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રેમી વિજેતા ભારતીય સંગીતકાર, રિકી કેજ સાથેની તેમની મુલાકાત અંગેની તેમની ખુશી શેર કરી છે. તેમને ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવતા વડાપ્રધાને કહ્યું હતું કે સંગીત પ્રત્યે તમારો જુસ્સો અને ઉત્સાહ સતત વધુ મજબૂત થતો જાય છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સંગીતકાર રિકી કેજને આલબમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળવા અંગે અભિનંદ આપ્યા

April 04th, 06:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંગીતકાર રિકી કેજને તેમના આલબમ ‘ડિવાઈન ટાઈડ્સ’ માટે ગ્રેમી એવોર્ડ મળવા અંગે અભિનંદન આપ્યા છે.