બીટિંગ રીટ્રીટ સમારોહ ભારતના સમૃદ્ધ લશ્કરી વારસાની તાકાત દર્શાવે છે: પ્રધાનમંત્રી
January 29th, 09:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બીટિંગ રીટ્રીટ સમારોહ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનનું પ્રતીક છે અને ભારતના સમૃદ્ધ લશ્કરી વારસાની તાકાત દર્શાવે છે. દેશની રક્ષા માટે સમર્પિત આપણા સશસ્ત્ર દળો પર અમને ખૂબ ગર્વ છે શ્રી મોદીએ ઉમેર્યું.પરિણામોની સૂચિઃ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિની ભારત ખાતે સત્તાવાર મુલાકાત
December 05th, 05:53 pm
ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે એક રાજ્યના નાગરિકોની બીજા રાજ્યના પ્રદેશમાં અસ્થાયી શ્રમ પ્રવૃત્તિ અંગેનો કરાર થયો છે. ઉપરાંત, ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે અનિયમિત સ્થળાંતર સામે લડવા માટે સહકાર અંગેનો કરાર પણ કરવામાં આવ્યો છે.23મી ભારત - રશિયા વાર્ષિક શિખર મંત્રણા બાદનું સંયુક્ત નિવેદન
December 05th, 05:43 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન, 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે 04-05 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાતે પધાર્યા હતા.યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
October 09th, 11:25 am
આજે મુંબઈમાં પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરનું તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોલકાતામાં સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સ દરમિયાન સશસ્ત્ર દળોની કાર્યકારી તૈયારી વધારવા માટે સંયુક્તતા, આત્મનિર્ભરતા અને નવીનતા પર ભાર મૂક્યો
September 15th, 03:34 pm
પ્રધાનમંત્રીએ આજે કોલકાતામાં 16મી સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. દર બે વર્ષમાં એક વાર આયોજિત આ પરિષદ સશસ્ત્ર દળોનું સર્વોચ્ચ સ્તરનું વિચારમંથન મંચ છે, જે દેશના ટોચના નાગરિક અને લશ્કરી નેતૃત્વને વિચારોનું આદાન-પ્રદાન કરવા અને ભારતની લશ્કરી તૈયારીના ભાવિ વિકાસ માટે પાયો નાખવા માટે એકસાથે લાવે છે. આ પરિષદની થીમ 'સુધારણાનું વર્ષ - ભવિષ્ય માટે પરિવર્તન' છે, જે સશસ્ત્ર દળોના ચાલુ આધુનિકીકરણ અને પરિવર્તનને અનુરૂપ છે.પ્રધાનમંત્રીએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં 'ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ'ના સમાવેશની પ્રશંસા કરી
July 12th, 09:23 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સનો સમાવેશ થવા પર ખૂબ ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે.પ્રધાનમંત્રી અને યુએસ રાષ્ટ્રપતિ વચ્ચેની ટેલિફોન વાતચીત અંગે વિદેશ સચિવનું નિવેદન
June 18th, 12:32 pm
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ G-7 સમિટ દરમિયાન મળવાના હતા. પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પને વહેલા અમેરિકા પરત ફરવું પડ્યું, જેના કારણે આ મુલાકાત થઈ શકી નહીં.ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું: પ્રધાનમંત્રી
January 26th, 03:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2025 ના પ્રજાસત્તાક દિવસ ઉજવણીના દૃશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.