સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 28th, 05:00 pm
પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.પ્રધાનમંત્રીને ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શનથી સન્માનિત કરાયા
June 28th, 03:07 pm
એક વિશેષ સમારોહમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે સેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિની દ્વારા પ્રેસિડેન્શિયલ ડિસ્ટિન્ક્શન - ‘ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન’ એનાયત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને તેમના હરિત નેતૃત્વ, અને વિકાસશીલ દેશોના હિતોને આગળ વધારવાના પ્રયાસો તેમજ બ્લુ ઇકોનોમી (સમુદ્ર આધારિત અર્થતંત્ર)ને પ્રોત્સાહન આપવા, ક્લાઇમેટ એક્શન, સમુદ્ર સંસાધનોના ટકાઉ સંચાલન અને નાના દ્વીપ વિકાસશીલ દેશોની વિકાસલક્ષી આકાંક્ષાઓ પ્રત્યેની તેમની લાંબા સમયથી ચાલી રહેલી પ્રતિબદ્ધતા માટે આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે આ પ્રતિષ્ઠિત સન્માન કોઈને એનાયત કરવામાં આવ્યું હોય.સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
June 28th, 02:02 pm
અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.વડાપ્રધાન મોદી સેશેલ્સ પહોંચ્યા, ત્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
June 27th, 03:30 pm
પીએમ મોદી સેશેલ્સ પહોંચ્યા અને એરપોર્ટ પર રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પરંપરાગત નૃત્ય સાથે એક ખાસ સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ રજૂ કરવામાં આવી. આ મુલાકાત ભારત-સેશેલ્સ વચ્ચે ગાઢ અને લાંબા સમયથી ચાલતી ભાગીદારીને ઉજાગર કરે છે, જેમાં તમામ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મુલાકાત દરમિયાન, પીએમ મોદી બંને દેશો વચ્ચે સહયોગને વધુ વધારવા માટે સેશેલ્સના નેતૃત્વ સાથે વાતચીત કરશે.