કેબિનેટે ₹3,900 કરોડથી વધુના સંચિત રોકાણ સાથે વધુ 2 સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી
May 05th, 06:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં જીએએન (ગેલિયમ નાઇટ્રાઇડ - GaN) ટેકનોલોજી પર આધારિત દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઇક્રો-એલઇડી (Mini/Micro-LED) ડિસ્પ્લે સુવિધા અને એક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધાનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી 28મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે
February 27th, 03:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. બપોરે 3:45 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી સાણંદમાં માઈક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ (ATMP) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં રૂ. 4600 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી
August 12th, 03:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ વધુ ચાર સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.