પરિણામોની સૂચિઃ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિની ભારત ખાતે સત્તાવાર મુલાકાત
December 05th, 05:53 pm
ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે એક રાજ્યના નાગરિકોની બીજા રાજ્યના પ્રદેશમાં અસ્થાયી શ્રમ પ્રવૃત્તિ અંગેનો કરાર થયો છે. ઉપરાંત, ભારત ગણરાજ્યની સરકાર અને રશિયન ફેડરેશનની સરકાર વચ્ચે અનિયમિત સ્થળાંતર સામે લડવા માટે સહકાર અંગેનો કરાર પણ કરવામાં આવ્યો છે.23મી ભારત - રશિયા વાર્ષિક શિખર મંત્રણા બાદનું સંયુક્ત નિવેદન
December 05th, 05:43 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન, 23મી ભારત-રશિયા વાર્ષિક શિખર બેઠક માટે 04-05 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતની રાજ્ય મુલાકાતે પધાર્યા હતા.નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચમાં પ્રધાનમંત્રીના ભાષણના મૂળપાઠ
December 05th, 03:45 pm
ભારત રશિયા બિઝનેસ ફોરમ, હું માનું છું કે આજે આ કાર્યક્રમમાં આટલા મોટા પ્રતિનિધિમંડળને લાવવાનું રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને આપ સૌની વચ્ચે હાજર રહેવું મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આ ફોરમમાં જોડાવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વ્યવસાય માટે સરળ, અનુમાનિત પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે FTA પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યું
December 05th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારત-રશિયા વ્યાપાર મંચને સંબોધિત કર્યો હતો, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વ્લાદિમીર પુતિન પણ સામેલ હતા. પોતાના ભાષણમાં, પ્રધાનમંત્રીએ મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન, ભારત અને વિદેશના નેતાઓ અને તમામ પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે ભારત-રશિયા વ્યાપાર મંચ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એક મોટી પહેલનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે એક વિશાળ પ્રતિનિધિમંડળ લઈને આવ્યા છે. તેમણે ઉપસ્થિત સૌનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની વચ્ચે આવવાનો આનંદ થયો. શ્રી મોદીએ ફોરમમાં હાજરી આપવા અને તેમની મૂલ્યવાન સમજ શેર કરવા બદલ તેમના મિત્ર રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. તેમણે ભાર મૂક્યો કે વ્યવસાય માટે સરળ અને વિશ્વસનીય પ્રણાલીઓ બનાવવામાં આવી રહી છે, અને નોંધ્યું કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.પ્રધાનમંત્રીએ રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું
December 05th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ભારતમાં સ્વાગત કર્યું હતું.