પ્રધાનમંત્રીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર શોક વ્યક્ત કર્યો

July 14th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ નાઇજીરીયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારી સાથે વિવિધ પ્રસંગોએ થયેલી તેમની મુલાકાતો અને વાતચીતોને યાદ કરી. શ્રી મોદીએ કહ્યું કે મુહમ્મદુ બુહારીની બૌદ્ધિકતા, હૂંફ અને ભારત-નાઇજીરીયા મિત્રતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અદભુત હતી. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું કે હું ભારતના 1.4 અબજ લોકો સાથે તેમના પરિવાર, લોકો અને નાઇજીરીયાની સરકાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું.