પ્રધાનમંત્રીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
March 27th, 01:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બાલેન્દ્ર શાહને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી મોદીએ કહ્યું કે, તમારી નિમણૂક નેપાળના લોકોએ તમારા નેતૃત્વમાં મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું ભારત-નેપાળ મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું.પ્રધાનમંત્રીએ નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના નેતાઓને ચૂંટણીમાં મળેલી સફળતા બદલ અભિનંદન પાઠવ્યા
March 09th, 10:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના અધ્યક્ષ શ્રી રવિ લામિછાને અને RSP ના વરિષ્ઠ નેતા શ્રી બલેન્દ્ર શાહ સાથે ટેલિફોન પર હૂંફાળી વાતચીત કરી હતી.