પ્રધાનમંત્રીએ ભારતીય ડાયસ્પોરાના પ્રતિષ્ઠિત સભ્યો સાથે વાર્તાલાપ કર્યો
February 08th, 02:48 pm
પ્રધાનમંત્રીએ આજે આમંત્રિત ભારતીય ડાયસ્પોરા નેતાઓ સાથે વાતચીત કરી હતી, જેમાં મંત્રીઓ, સેનેટર્સ, સંસદ સભ્યો અને આઝાદ હિંદ ફોજના (Indian National Army-INA) નિવૃત્ત સૈનિકો (veterans) નો સમાવેશ થાય છે. જેમાં ડિજિટલ મંત્રી તુઆન ગોબિંદ સિંહ દેવ; માનવ સંસાધન મંત્રી દાતો શ્રી રમણન રામકૃષ્ણન; પ્રધાનમંત્રી કાર્યાલયના નાયબ મંત્રી તુઆન એમ. કુલસેગરન અને રાષ્ટ્રીય એકતાના નાયબ મંત્રી તુઆન આર. યુનેશ્વરન, અન્યોની સાથે સામેલ હતા.પ્રધાનમંત્રીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે સત્તાવાર સંવાદ કર્યો
February 08th, 11:19 am
આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મલેશિયાના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમ દ્વારા પર્ડાના પુત્ર સંકુલમાં સ્વાગત કરવામાં આવ્યું અને તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, બંને નેતાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના સત્તાવાર નિવાસસ્થાન સેરી પર્ડાના ખાતે મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તરના ફોર્મેટમાં મુલાકાત કરી હતી.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની મલેશિયા મુલાકાત
February 08th, 11:05 am
ભારત પ્રજાસત્તાક સરકાર અને મલેશિયા સરકાર વચ્ચે ઓડિયો-વિઝ્યુઅલ સહ-ઉત્પાદન કરારમલેશિયાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય
February 08th, 08:35 am
સૌ પ્રથમ હું મારા નજીકના મિત્ર પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ગત વર્ષે, હું ASEAN સમિટ માટે મલેશિયા આવી શક્યો ન હતો. પરંતુ મેં મારા પ્રિય મિત્રને વચન આપ્યું હતું કે હું શક્ય તેટલી વહેલી તકે મલેશિયાની મુલાકાત લઈશ. અને આજે 2026ના મારા પ્રથમ વિદેશ પ્રવાસ પર, હું મલેશિયા આવ્યો છું.ભારતના પ્રધાનમંત્રીની મલેશિયાની સત્તાવાર મુલાકાત અવસર પર ભારત-મલેશિયા સંયુક્ત નિવેદન
February 08th, 08:30 am
ભારત પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ દાતો' સેરી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 7 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન મલેશિયાની સત્તાવાર મુલાકાત લીધી. આ મુલાકાત બંને દેશો વચ્ચેની ઊંડી મિત્રતા અને સભ્યતા પર આધારિત લોકો-થી-લોકોના સ્થાયી સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે બંને નેતાઓની સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે.મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
February 08th, 08:20 am
મારા મિત્ર, પ્રધાનમંત્રીજી હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. મારું અને મારા પ્રતિનિધિઓનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, અને મેં જોયું કે પરંપરાઓથી હટીને એક પ્રકારથી મલેશિયાના જીવનને તમે થોડી જ કલાકોમાં અત્યંત સુંદર રીતે રજૂ કર્યું અને ઘણી જ ઉમદા રીતે તમામ વસ્તુઓનું ઓર્ગેનાઇઝ કર્યું, તે હંમેશા યાદ રહેશે અને તે માટે હું મારા હૃદયના ઊંડાણથી મારો ખાસ આભાર વ્યક્ત કરું છું. હું મિત્રતા શું છે, મિત્રતાની ઊંચાઈ અને ઊંડાઈ શું છે તે સંપૂર્ણપણે અનુભવી રહ્યો છું અને તે માટે હું તમારો ખૂબ આભારી છું.મલેશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
February 07th, 03:59 pm
સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માનું છું. ભારત-મલેશિયા મિત્રતાના વ્યાપ અને ભાવિ ક્ષમતા પર હમણાં જ તેમના ભાષણમાં આપેલા ખૂબ જ માયાળુ શબ્દો માટે પણ હું તેમનો આભાર માનું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કુઆલાલમ્પુર, મલેશિયામાં સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો
February 07th, 03:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે સામુદાયિક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અભિવાદનની ઉષ્મા સહિયારી સંસ્કૃતિની સુંદર વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે તેમના પ્રિય મિત્ર, પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો આ સામુદાયિક ઉજવણીમાં જોડાવા બદલ આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને તેમની કારમાં કાર્યક્રમમાં લાવ્યા હતા. આ વિશેષ ભાવનાઓ પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમનો ભારત પ્રત્યેનો અને ત્યાં હાજર લોકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે, શ્રી મોદીએ ઉમેર્યું હતું.