કેન્યાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રૈલા ઓડિંગાના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

October 15th, 02:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્યાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રૈલા ઓડિંગાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મારા પ્રિય મિત્ર અને કેન્યાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રૈલા ઓડિંગાના નિધનથી ખૂબ દુઃખ થયું. તેઓ એક મહાન રાજકારણી અને ભારતના પ્રિય મિત્ર હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા દિવસોથી અને અમારો સહયોગ વર્ષોથી ચાલુ રહ્યો ત્યારથી મને તેમને નજીકથી જાણવાનો લહાવો મળ્યો છે, શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે શ્રી રૈલા ઓડિંગાને ભારત, આપણી સંસ્કૃતિ, મૂલ્યો અને પ્રાચીન જ્ઞાન પ્રત્યે ખાસ પ્રેમ હતો, જે ભારત-કેન્યા સંબંધોને મજબૂત કરવાના તેમના પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે.