પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
February 12th, 03:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે તેમની મજબૂત કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જે છેલ્લાં 25 વર્ષમાં સતત બહુઆયામી સંબંધો તરીકે વિકસિત થઈ છે.નિષ્કર્ષોની યાદીઃ પ્રધાનમંત્રીની ફ્રાંસની મુલાકાત
February 12th, 03:20 pm
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારત ફ્રાંસનું ઘોષણાપત્ર (એઆઇ)