પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને બુરુન્ડી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 13th, 06:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન આફ્રિકન યુનિયનના ચેરપર્સન અને બુરુન્ડી પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇવેરિસ્ટ એન્દાચિમીયે સાથે એક દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 13th, 06:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 13 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન દક્ષિણ આફ્રિકા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સિરિલ રામાફોસા સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 13th, 06:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ સમિટ દરમિયાન ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરીયાના ઉપરાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી કાશિમ શેત્તિમા મુસ્તફા, GCON સાથે મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ કાશિમ શેત્તિમા મુસ્તફા, GCON નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટમાં નાઇજીરીયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન યુગાન્ડાના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 13th, 05:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન યુગાન્ડા પ્રજાસત્તાકના ઉપરાષ્ટ્રપતિ મહામહિમ જેસિકા રોઝ એપેલ અલુપો સાથે એક ઉષ્માભરી અને ઉત્પાદક દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન ફિલિપાઇન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 13th, 04:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન ફિલિપાઇન્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ફર્ડિનાન્ડ આર. માર્કોસ જુનિયર સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વર્તમાન આસિયાન (ASEAN) અધ્યક્ષ તરીકે બ્રિક્સ સમિટમાં ફિલિપાઇન્સની સહભાગિતાનું સ્વાગત કર્યું હતું.18મા બ્રિક્સ સમિટ સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધનનો મૂળ પાઠ: "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું: સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવો"
September 13th, 11:00 am
વિસ્તૃત બ્રિક્સ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.આજે, આ હોલ વિવિધ ખંડો, સંસ્કૃતિઓ અને વિકાસ યાત્રાઓને એક કરે છે. આ બ્રિક્સની વધતી જતી શક્તિ, કરિશ્મા અને અભૂતપૂર્વ આત્મવિશ્વાસનો પુરાવો છે.પ્રધાનમંત્રીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક
September 12th, 07:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન 12 સપ્ટેમ્બર 2026ના રોજ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી.બ્રિક્સ સહયોગના બે દાયકા પર સ્મારક ટપાલ ટિકિટોનું વિમોચન
September 12th, 06:16 pm
બ્રિક્સના બે દાયકાની ઉજવણી નિમિત્તે, નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ સમિટ દરમિયાન 12 સપ્ટેમ્બર 2026ના રોજ બે સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવી હતી.બ્રિક્સ નવી દિલ્હી ઘોષણાઃ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને સાતત્યતા માટે નિર્માણ (સપ્ટેમ્બર 12,2026)
September 12th, 06:11 pm
અમે બ્રિક્સ દેશોના નેતાઓ 12 થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન નવી દિલ્હી, ભારતમાં XVIII BRICS સમિટ માટે મળ્યા હતા જેની થીમ હતીઃ સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ.18મી બ્રિક્સ સમિટ સેશન: ઈન્ક્લુસિવ ગ્લોબલ ગવર્નન્સ એન્ડ સ્ટ્રેન્ધનિંગ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ
September 12th, 02:50 pm
ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 'પીપલ-સેન્ટ્રિક' અને 'હ્યુમેનિટી ફર્સ્ટ' એપ્રોચ પર આધારિત છે. રિસિલિયન્સ, ઈનોવેશન, કોઓપરેશન અને સસ્ટેનેબિલિટી અમારી પ્રાથમિકતાઓ રહી છે. આ પ્રાથમિકતાઓ સાથે, અમે બ્રિક્સ સહયોગને સામાન્ય જન સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો છે.પ્રધાનમંત્રીએ "સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવું" પરના બ્રિક્સ (BRICS) સત્રની અધ્યક્ષતા કરી (12 સપ્ટેમ્બર, 2026)
September 12th, 02:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 18મી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન 12 સપ્ટેમ્બર, 2026ના રોજ સમાવેશી વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતાને મજબૂત બનાવવું પરના બ્રિક્સ સત્રની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રીએ પીએમ નેતન્યાહુ, ઇઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયોને રોશ હાશાનાહ પર શુભેચ્છાઓ પાઠવી
September 12th, 02:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોશ હાશાનાહના અવસર પર ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ, ઇઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદી સમુદાયોને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ અંતર્ગત અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સને મળ્યા
September 12th, 01:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 18મી બ્રિક્સ સમિટ દરમિયાન 12 સપ્ટેમ્બર, 2026ના રોજ હિઝ હાઇનેસ શેખ ખાલિદ બિન મોહમ્મદ સાથે બેઠક યોજી હતી.પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ અંતર્ગત સોશિયલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામના પ્રધાનમંત્રીને મળ્યા
September 12th, 12:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ અંતર્ગત સોશિયલિસ્ટ રિપબ્લિક ઓફ વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી લે મિન્હ હંગને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં BRICS શિખર સંમેલન દરમિયાન ઇથોપિયાના ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
September 12th, 11:24 am
ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા 18મા BRICS શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇથોપિયાના ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. અબી અહમદ અલી સાથે મુલાકાત કરી.બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ યુએન (UN) મહાસચિવ સાથે મુલાકાત કરી
September 11th, 09:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન યુએન (UN) મહાસચિવ, મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી.બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
September 11th, 08:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં બ્રિક્સ સમિટ દરમિયાન ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના રાષ્ટ્રપતિ, મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી. બે અઠવાડિયાથી ઓછા સમયમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત હતી. તેઓ અગાઉ 31 ઓગસ્ટે બિશકેકમાં એસસીઓ (SCO) સમિટ દરમિયાન મળ્યા હતા.બ્રિક્સ બિઝનેસ ફોરમ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 11th, 07:19 pm
બ્રિક્સ બિઝનેસ ફોરમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.આ વર્ષે આપણે બ્રિક્સના વીસ વર્ષ ઉજવી રહ્યા છીએ. 2006 માં જ્યારે આ જૂથની શરૂઆત થઈ હતી, ત્યારે તેમાં માત્ર ચાર દેશો હતા. આજે બ્રિક્સ અને બ્રિક્સ ભાગીદારો મળીને, એકવીસ દેશોનો અમારો પરિવાર છે.પ્રધાનમંત્રીએ શિકાગોમાં સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક સંબોધનને યાદ કર્યું
September 11th, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 11 સપ્ટેમ્બર, 1893ના રોજ શિકાગોમાં સ્વામી વિવેકાનંદ દ્વારા આપેલા ઐતિહાસિક સંબોધનને યાદ કર્યું.પ્રધાનમંત્રીએ બ્રિક્સ સમિટ પહેલા સકારાત્મક અને અર્થપૂર્ણ સંવાદના મહત્વ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
September 11th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં, વિશ્વભરના નેતાઓ બ્રિક્સ સમિટ માટે એકઠા થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સમિટ વૈશ્વિક સુખાકારીની ભાવનાથી પ્રેરિત વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચાઓનું સાક્ષી બનશે.