યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી
September 17th, 07:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે યુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ ઉર્સુલા વોન ડેર લેયેનનો ટેલિફોન કોલ મળ્યો હતો.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબનો ટેલિફોન કોલ મળ્યો
August 27th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર સ્ટબનો ફોન કોલ મળ્યો હતો.ભારત - ક્રોએશિયાના નેતાઓનું નિવેદન
June 19th, 06:06 pm
ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેન્કોવિકના આમંત્રણ પર, ભારતીય પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 18 જૂન 2025નાં રોજ ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ બંને દેશો વચ્ચે ઉચ્ચ-સ્તરીય આદાન-પ્રદાનની વધતી ગતિને મજબૂત બનાવવા માટે ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રી ક્રોએશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને મળ્યા
June 18th, 11:58 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે લોકશાહી, કાયદાના શાસન અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના સામાન્ય ધ્યેયના આધારે બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણ, સ્ટાર્ટ-અપ્સ, રમતગમત અને નવીનતા જેવા નવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગના વૈવિધ્યકરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ક્રોએશિયાના મજબૂત સમર્થન અને એકતા બદલ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મિલાનોવિકનો આભાર માન્યો હતો. નેતાઓએ સદીઓ જૂના અને બંને દેશોને જોડતા ગાઢ સાંસ્કૃતિક સંબંધોની પણ ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રી ક્રોએશિયા પ્રજાસત્તાકના PMને મળ્યા
June 18th, 11:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઝાગ્રેબમાં ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી આન્દ્રેજ પ્લેનકોવિકને મળ્યા હતા. આ યાત્રા ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની પ્રથમ મુલાકાત હતી અને તેથી ભારત-ક્રોએશિયા સંબંધોમાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના હતી. ઐતિહાસિક બાંસ્કી ડ્વોરી પેલેસ ખાતે પ્રધાનમંત્રીનું આગમન થતાં, પ્રધાનમંત્રી પ્લેનકોવિકે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ પહેલાં ઝાગ્રેબ એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી પ્લેનકોવિકે શ્રી નરેન્દ્ર મોદીનું વિશેષ અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી
April 16th, 05:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી.સંયુક્ત નિવેદનઃ ભારત-યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી કાઉન્સિલ, નવી દિલ્હીની બીજી બેઠક (28 ફેબ્રુઆરી, 2025)
February 28th, 06:25 pm
ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (ટીટીસી)ની બીજી બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેની સહ-અધ્યક્ષતા કરી હતી. સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ હતા. સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ શ્રીમતી હેન્ના વિરક્કુનેન, વેપાર અને આર્થિક સુરક્ષા, આંતરસંસ્થાકીય સંબંધો અને પારદર્શકતા માટેના કમિશનર શ્રી મારોસ સેફઓવિયસ અને સ્ટાર્ટઅપ્સ, સંશોધન અને નવીનતા માટેના કમિશનર શ્રીમતી એકાતેરિના ઝહારીવાએ યુરોપિયન યુનિયન તરફથી સહ-અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી એસ્ટોનિયાના રાષ્ટ્રપતિને મળ્યા
February 11th, 06:19 pm
પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ કારિસે ભાર મૂક્યો કે ભારત અને એસ્ટોનિયા વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, કાયદાના શાસન અને સ્વતંત્રતા અને બહુલતાના મૂલ્યો પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, આઇટી અને ડિજિટલ, સંસ્કૃતિ, પર્યટન અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં વધતા દ્વિપક્ષીય સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો. તેમણે સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ એસ્ટોનિયન સરકાર અને કંપનીઓને ભારતની વિકાસગાથા દ્વારા ઓફર કરવામાં આવતી તકોનું અન્વેષણ કરવા અને ડિજિટલ ઇન્ડિયા જેવા કાર્યક્રમોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.