પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી અબી અહમદ અલી અને પ્રોસ્પરિટી પાર્ટીને ચૂંટણીમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા
June 23rd, 08:09 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારત ઇથોપિયા સાથેના તેના ઐતિહાસિક, બહુઆયામી અને ઊંડા મૂળ ધરાવતા સંબંધોને ખૂબ જ મૂલ્યવાન ગણે છે. ગયા વર્ષની તેમની ઇથોપિયા મુલાકાતને યાદ કરતાં, તેમણે ભારત-ઇથોપિયા વ્યૂહાત્મક ભાગીદારી અને બંને દેશોના લોકો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી અબી અહમદ અલી સાથે મળીને નજીકથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.