પ્રધાનમંત્રી ક્રોએશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિને મળ્યા
June 18th, 11:58 pm
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે લોકશાહી, કાયદાના શાસન અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા જાળવવાના સામાન્ય ધ્યેયના આધારે બંને દેશો વચ્ચે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે સંરક્ષણ, સ્ટાર્ટ-અપ્સ, રમતગમત અને નવીનતા જેવા નવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગના વૈવિધ્યકરણ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ક્રોએશિયાના મજબૂત સમર્થન અને એકતા બદલ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મિલાનોવિકનો આભાર માન્યો હતો. નેતાઓએ સદીઓ જૂના અને બંને દેશોને જોડતા ગાઢ સાંસ્કૃતિક સંબંધોની પણ ચર્ચા કરી હતી.