પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ના દાયકાની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ

January 16th, 01:30 pm

આજે આપણે સૌ એક ખૂબ જ ખાસ અવસર પર અહીં એકત્રિત થયા છીએ. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’નો આ અવસર, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સનો આ સમૂહ, હું મારી સામે નવા અને વિકસિત ભારતનું ભવિષ્ય જોઈ રહ્યો છું. હમણાં મને સ્ટાર્ટઅપની દુનિયાના કેટલાક લોકો સાથે, તેમની જે કેટલીક સિદ્ધિઓ હતી, તેમના જે પ્રયોગો હતા, તે જોવાની તક મળી, કેટલાક સાથીઓને સાંભળવાની તક મળી. એગ્રીકલ્ચરમાં કામ કરી રહેલા સ્ટાર્ટઅપ, ફિનટેક (Fintech), મોબિલિટીનું સેક્ટર, હેલ્થ અને સસ્ટેનેબિલિટીનું ફિલ્ડ, તમારા જે આઈડિયાઝ છે, તે માત્ર મને જ નહીં, દરેકને પ્રભાવિત કરનારા છે. પરંતુ મારા માટે જે મહત્વની વાત છે, તે તમારો આત્મવિશ્વાસ અને તમારી મહત્વાકાંક્ષાઓ (Ambitions), આ મને વધુ પ્રભાવશાળી લાગ્યા. આજથી 10 વર્ષ પહેલા, વિજ્ઞાન ભવનમાં, એક 500-700 નવયુવાનોની વચ્ચે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, રિતેશ અહીં બેઠા છે, ત્યારે તેમની શરૂઆત હતી. અને તે સમયે સ્ટાર્ટઅપની દુનિયામાં જે નવા-નવા લોકો આવી રહ્યા હતા, તેમના અનુભવો હું સાંભળી રહ્યો હતો, અને મને યાદ છે કે એક દીકરી જે કોર્પોરેટ વર્લ્ડમાં પોતાની નોકરી છોડીને, સ્ટાર્ટઅપ તરફ જઈ રહી હતી. તો નોકરી છોડીને તે કોલકાતા પોતાની માતાને મળવા ગઈ અને માતાને કહ્યું કે મેં નોકરી છોડી દીધી છે, તો માતાએ કહ્યું, કેમ? આ બધું તેણે તે દિવસે વિજ્ઞાન ભવનમાં સંભળાવ્યું હતું, તો તેણે કહ્યું ના બસ હવે તો હું સ્ટાર્ટઅપ કરવા માંગુ છું, તો તેની માતાએ જે તેને કહ્યું, તે તેણે સંભળાવ્યું હતું, તેણે કહ્યું- સર્વનાશ, આ તું બરબાદીના રસ્તે કેમ જઈ રહી છે. સ્ટાર્ટઅપના સંબંધમાં આ વિચાર આપણા દેશમાં હતો અને આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા, વિજ્ઞાન ભવનથી આજે ભારત મંડપમમાં જગ્યા નથી, અને મારું સૌભાગ્ય છે કે મને આ એક અઠવાડિયામાં જ દેશના નવયુવાનોને બીજી વાર મળવાની તક મળી રહી છે. હમણાં 12 જાન્યુઆરીએ યુવા દિવસ પર હું દેશભરમાંથી આવેલા લગભગ 3000 યુવકોને બે-અઢી કલાક સુધી સાંભળતો રહ્યો હતો અને તેમની સાથે બેઠો હતો. અને આજે મને આપ સૌને સાંભળવાનો અને મારા દેશના નવયુવાનોને, તેમની શક્તિના દર્શન કરવાનો મને અવસર મળ્યો છે.

G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન: સત્ર 3

November 23rd, 04:05 pm

જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ તકો અને સંસાધનો બંને થોડા હાથમાં કેન્દ્રિત થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ટેકનોલોજી માટે સંઘર્ષ વધી રહ્યો છે. આ માનવતા માટે ચિંતાનો વિષય છે અને નવીનતા માટે અવરોધ પણ છે. આને સંબોધવા માટે, આપણે આપણી વિચારસરણીમાં મૂળભૂત પરિવર્તન લાવવું જોઈએ.

પ્રધાનમંત્રીએ "સૌ માટે ન્યાયી અને સમાન ભવિષ્ય" પર G20 સત્રને સંબોધન કર્યું

November 23rd, 04:02 pm

પ્રધાનમંત્રી narendઆજે G20 શિખર સંમેલનના ત્રીજા સત્ર સૌ માટે ન્યાયી અને સમાન ભવિષ્ય - ક્રિટિકલ મિનરલ્સ; યોગ્ય કાર્ય; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ક્રિટિકલ ટેક્નોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત ફેરફાર લાવવા આહ્વાન કર્યું. તેમણે નોંધ્યું કે આવી ટેક્નોલોજી એપ્લિકેશન્સ 'નાણાં-કેન્દ્રીત' ને બદલે 'માનવ-કેન્દ્રીત', 'રાષ્ટ્રીય' ને બદલે 'વૈશ્વિક' હોવી જોઈએ, અને 'વિશિષ્ટ મોડેલો' ને બદલે 'ઓપન સોર્સ' પર આધારિત હોવી જોઈએ. તેમણે વિગતવાર જણાવ્યું કે આ દ્રષ્ટિકોણને ભારતના ટેક્નોલોજી ઇકોસિસ્ટમમાં સંકલિત કરવામાં આવ્યો છે અને તેના પરિણામે અવકાશ એપ્લિકેશન્સ, AI અથવા ડિજિટલ પેમેન્ટ્સ, જ્યાં ભારત વિશ્વ અગ્રણી છે, તેમાં નોંધપાત્ર ફાયદા થયા છે.