પ્રધાનમંત્રી 19 ફેબ્રુઆરીએ ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026નું ઉદ્ઘાટન કરશે
February 18th, 03:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026ની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા, 18 ફેબ્રુઆરીએ સાંજે આશરે 7 PM વાગ્યે, પ્રધાનમંત્રી ભારત મંડપમ ખાતે સમિટમાં ભાગ લઈ રહેલા વિવિધ દેશોના નેતાઓનું સ્વાગત કરશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી સમિટમાં ભાગ લેનારા વિશ્વના અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો 2026નું ઉદ્ઘાટન કર્યું
February 16th, 08:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઈન્ડિયા AI ઈમ્પેક્ટ એક્સપો 2026નું ઉદ્ઘાટન કર્યું હતું.