PM to visit Assam on 20-21 December

December 19th, 02:29 pm

PM Modi will visit Assam on 20-21 December to launch multiple development projects. In Guwahati, the PM will pay tribute to martyrs at Swahid Smarak Kshetra and also inaugurate the new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport. Additionally, the PM will perform the Bhoomipujan of the new brownfield Ammonia-Urea Fertilizer Project at Namrup, which will benefit farmers across the region.

PM to visit West Bengal on 20th December

December 19th, 02:28 pm

PM Modi will visit West Bengal on 20 December to launch multiple National Highway projects. These projects will significantly reduce travel time by enabling faster and smoother movement of vehicles, lowering vehicle operating costs and enhancing connectivity across West Bengal and with neighbouring countries. The initiatives will give a strong boost to regional economic growth and promote tourism across the region.

હૈદરાબાદમાં વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 26th, 10:10 am

મારી પાસે સમય મર્યાદિત છે, કારણ કે મારે સંસદમાં હાજરી આપવાની છે અને રાષ્ટ્રપતિનો એક કાર્યક્રમ છે, તેથી હું લાંબી વાત કરીશ નહીં, પરંતુ કેટલીક ખાસ વાત કરી હું મારી વાત પુરી કરીશ. આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર આગળ વધવાનું છે. આ નવી સફ્રાન સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ વિશ્વમાં યુવાનો માટે નવી તકો પણ ઊભી કરશે. હું આપ સૌ, અને હમણાં 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યો હતો. હું તેમને પહેલા પણ મળ્યો છું, અને દરેક ચર્ચામાં, મેં ભારત પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ અને આશાવાદ જોયો છે. મને આશા છે કે ભારતમાં સફ્રાનનું રોકાણ પણ આજ ગતિએ ચાલુ રહેશે. આજે, હું ટીમ સફ્રાનને આ સુવિધા માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું

November 26th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) હબ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આ MRO સુવિધા હાઇ-ટેક એરોસ્પેસ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકો પણ ઉભી કરશે. તેમણે યાદ કર્યું કે તેઓ 24 નવેમ્બરના રોજ સફ્રાન બોર્ડ અને મેનેજમેન્ટને મળ્યા હતા અને કહ્યું કે અગાઉની દરેક વાતચીતમાં, તેમણે ભારત પ્રત્યે તેમનો વિશ્વાસ અને આશાવાદ જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતમાં સફ્રાનનું રોકાણ આ ગતિએ ચાલુ રહેશે. શુભેચ્છાઓ પાઠવતા, પ્રધાનમંત્રીએ ટીમ સફ્રાન ને આ નવી સુવિધા માટે અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

November 25th, 04:18 pm

પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે, જે ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.

પ્રધાનમંત્રી 26 નવેમ્બરના રોજ સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા સુવિધાનું ઉદ્ઘાટન કરશે

November 25th, 04:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક - SEZ, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, હૈદરાબાદ ખાતે સ્થિત સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા (SAESI) સુવિધાનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી 19 નવેમ્બરે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે

November 18th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 નવેમ્બર, 2025 દરમિયાન ભૂતાનની રાજકીય યાત્રા પર જશે

November 09th, 09:59 am

પ્રધાનમંત્રી મોદી 11-12 નવેમ્બર, 2025 દરમિયાન ભૂતાનની રાજકીય યાત્રા પર જશે, જેથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત બને. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ભૂતાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી ભૂતાનના ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકની 70મી જન્મજયંતિ ઉજવણી અને વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ હાજરી આપશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશની તેમની મુલાકાતની ઝલક શેર કરી

October 16th, 09:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશની તેમની મુલાકાતના મુખ્ય મુદ્દાઓ શેર કર્યા હતા. શ્રીશૈલમમાં, શ્રી મોદીએ શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી અને શ્રી શિવાજી ધ્યાન મંદિર અને શ્રી શિવાજી દરબાર હોલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેમણે કુર્નૂલમાં આશરે ₹13,430 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

પીએમ 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

October 14th, 05:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી ઓક્ટોબરે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે. સવારે લગભગ 11:15 વાગ્યે, તે નંદ્યાલ જિલ્લામાં શ્રીશૈલમ, શ્રી ભ્રામરામ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ, બપોરે લગભગ 12:15 વાગ્યે, તેઓ શ્રીશૈલમમાં શ્રી શિવાજી સ્ફૂર્તિ કેન્દ્રની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે

September 16th, 02:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ બપોરે 12 વાગ્યે ધાર ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ અને ‘8મા રાષ્ટ્રીય પોષણ માહ’ અભિયાનનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે શિલાન્યાસ અને અન્ય અનેક પહેલોનો શુભારંભ પણ કરશે અને સભાને સંબોધન કરશે.

Manipur is the crown jewel adorning the crest of Mother India: PM Modi in Imphal

September 13th, 02:45 pm

At the inauguration of projects worth over ₹1,200 crore in Imphal, PM Modi said a new phase of infrastructure growth has begun in Manipur. He noted that women empowerment is a key pillar of India’s development and Atmanirbhar Bharat, a spirit visible in the state. The PM affirmed his government’s commitment to peace and stability, stressing that return to a normal life is the top priority. He urged Manipur to stay firmly on the path of peace and progress.

PM Modi inaugurates multiple development projects worth over Rs 1,200 crore at Imphal, Manipur

September 13th, 02:30 pm

At the inauguration of projects worth over ₹1,200 crore in Imphal, PM Modi said a new phase of infrastructure growth has begun in Manipur. He noted that women empowerment is a key pillar of India’s development and Atmanirbhar Bharat, a spirit visible in the state. The PM affirmed his government’s commitment to peace and stability, stressing that return to a normal life is the top priority. He urged Manipur to stay firmly on the path of peace and progress.

મણિપુરના ચુરાચંદપુર ખાતે વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 13th, 12:45 pm

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય! સ્ટેજ પર બેઠેલા રાજ્યપાલ શ્રીમાન અજય ભલ્લાજી, રાજ્ય વહીવટીતંત્રના અન્ય અધિકારીઓ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મણિપુરના મારા ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરના ચુરાચંદપુર ખાતે 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

September 13th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મણિપુરના ચુરાચંદપુરમાં 7,300 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મણિપુરની ભૂમિ હિંમત અને દૃઢ નિશ્ચયની ભૂમિ છે અને મણિપુરની ટેકરીઓ કુદરતની અમૂલ્ય ભેટ છે તે વાત પર ભાર મૂક્યો. તેમણે વધુમાં કહ્યું કે આ ટેકરીઓ લોકોના સતત પરિશ્રમનું પણ પ્રતીક છે. મણિપુરના લોકોની ભાવનાને સલામ કરતાં, શ્રી મોદીએ આટલી મોટી સંખ્યામાં આવવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને તેમના પ્રેમ બદલ આભાર માન્યો હતો.

મિઝોરમમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 13th, 10:30 am

મિઝોરમના રાજ્યપાલ વી.કે. સિંહ જી, મુખ્યમંત્રી શ્રી લાલદુહોમા જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી અશ્વિની વૈષ્ણવ જી, મિઝોરમ સરકારના મંત્રીઓ, સાંસદો અને અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મિઝોરમના અદ્ભુત લોકોને મારી શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમના આઈઝોલમાં 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો

September 13th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિઝોરમના આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સથી રેલવે, રોડ, વીજળી, રમતગમત સહિત અનેક ક્ષેત્રોને ફાયદો થશે. વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ બ્લૂ પર્વતોની આ સુંદર ભૂમિ પર રાજ કરતા પરમેશ્વર પઠિયનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે તેઓ મિઝોરમના લેંગપુઈ એરપોર્ટ પર હાજર હતા અને ખરાબ હવામાનને કારણે આઈઝોલમાં લોકોને મળી શક્યા નહીં. આ પરિસ્થિતિઓ હોવા છતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેઓ આ માધ્યમ દ્વારા પણ લોકોનો પ્રેમ અને સ્નેહ અનુભવી શકે છે.

પ્રધાનમંત્રી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે

August 20th, 03:02 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 ઓગસ્ટના રોજ બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે બિહારના ગયા ખાતે લગભગ 13,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ બે ટ્રેનોને પણ લીલી ઝંડી આપશે અને સભાને સંબોધિત કરશે. ત્યારબાદ, તેઓ ગંગા નદી પર આન્ટા-સિમરિયા પુલ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી 17 ઓગસ્ટના રોજ દિલ્હીમાં 11,000 કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે

August 16th, 11:15 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 12:30 વાગ્યે દિલ્હીના રોહિણી ખાતે લગભગ 11,000 કરોડ રૂપિયાના સંયુક્ત ખર્ચે બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે.

પ્રધાનમંત્રી 7 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

August 06th, 12:20 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે નવી દિલ્હીમાં ICAR PUSA ખાતે એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.