હેગ, નેધરલેન્ડ્સમાં એક સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 16th, 01:30 pm
આમ તો ધ હેગ (The Hague) ને દુનિયા City of Peace and Justice” (શાંતિ અને ન્યાયનાં શહેર)ના રૂપમાં જાણે છે. પરંતુ આજે અહીં જે માહોલ છે તેને જોઈને લાગી રહ્યું છે કે ધ હેગ, ભારતીય મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે!પ્રધાનમંત્રીએ નેધરલેન્ડ્સમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કર્યા
May 16th, 01:20 pm
સભાને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ ઉત્સાહપૂર્ણ અને રંગારંગ સ્વાગત બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ડચ સોસાયટી (સમાજ) માં તેમના યોગદાન માટે અને ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મિત્રતાના જીવંત સેતુ તરીકે સેવા આપવા બદલ ભારતીય ડાયસ્પોરાની પ્રશંસા કરી હતી. તેમણે ભારત સાથે સુરીનામી-હિન્દુસ્તાની સમુદાયના ઊંડા અને સ્થાયી ઐતિહાસિક સંબંધોને પણ યાદ કર્યા હતા, અને પેઢી દર પેઢી તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેની ઉજવણી કરવાના તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે ટેક્નોલોજી ક્ષેત્રે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ડચ યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની વધતી સંખ્યા, ખાસ કરીને ઇનોવેશન-આધારિત (નવીનતા-સંચાલિત) ક્ષેત્રોમાં, બંને દેશો વચ્ચેની સમકાલીન ભાગીદારીને મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે રમતગમતના જોડાણો, ખાસ કરીને ક્રિકેટ અને હોકી, બંને દેશો વચ્ચેના ગાઢ લોકો-થી-લોકોના સંબંધોમાં નવી ગતિશીલતા ઉમેરી રહ્યા છે.કેબિનેટે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ (IVFRT) યોજના ચાલુ રાખવા માટે મંજૂરી આપી
March 25th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ઇમિગ્રેશન, વિઝા, ફોરેનર્સ રજીસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ (IVFRT) યોજનાને 31 માર્ચ, 2026 થી આગળ 01 એપ્રિલ, 2026 થી 31 માર્ચ, 2031 સુધીના પાંચ વર્ષના ગાળા માટે રૂ. 1800 કરોડના બજેટ ખર્ચ સાથે ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે.