પ્રધાનમંત્રીએ ઇટાલીના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

May 20th, 07:21 pm

બંને પ્રધાનમંત્રીઓએ ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની મજબૂત ગતિ અને દ્વિપક્ષીય સહકારના ઉત્કૃષ્ટ વિકાસ તેમજ વિવિધતાને આવકારી હતી. તેઓએ ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને 'વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી' (સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી લઈ જવાનો નિર્ણય કર્યો હતો. તેઓ બહુપક્ષીય કાર્યક્રમોની બાજુમાં (સાઇડલાઇન્સ પર) નેતાઓની વાર્ષિક બેઠકો યોજવા તેમજ નિયમિત મંત્રી સ્તરની અને સંસ્થાકીય સ્તરની બેઠકો યોજવા માટે પણ સંમત થયા હતા.

મુખ્ય કાર્યક્રમો માટે પ્રધાનમંત્રી મોદી ઇટાલી પહોંચ્યા

May 20th, 12:30 am

થોડા સમય પહેલા જ પ્રધાનમંત્રી ઇટાલીના રોમ પહોંચ્યા. તેઓ ઇટાલીના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી સર્જિયો માટારેલાને મળશે અને પ્રધાનમંત્રી મેલોની સાથે વાતચીત કરશે, જેમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

February 26th, 08:56 pm

બંને પ્રધાનમંત્રીઓએ ભારત-ઇઝરાયલ ભાગીદારીના સમગ્ર ક્ષેત્રને આવરી લેતી વ્યાપક ચર્ચામાં ભાગ લીધો. બંને દેશો વચ્ચેના ઊંડા વિશ્વાસ અને મિત્રતાને પ્રતિબિંબિત કરતા, નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને શાંતિ, નવીનતા અને સમૃદ્ધિ માટે ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાનો નિર્ણય કર્યો. આ ઉન્નતિ હિતોના વધતા સંકલન અને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે બંને દેશોના સહિયારા દ્રષ્ટિકોણનું પ્રતીક છે.