પરિણામોની યાદી: મોરેશિયસના પ્રધાનમંત્રીની ભારત યાત્રા

September 11th, 02:10 pm

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને મોરેશિયસના તૃતીય શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધન મંત્રાલય વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરાર

મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

September 11th, 12:30 pm

આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સદીઓ પહેલાં ભારતથી મોરેશિયસ પહોંચી હતી અને ત્યાંના દૈનિક જીવનનો એક અભિન્ન અંગ બની ગઈ. કાશીમાં માતા ગંગાના અવિરત પ્રવાહની જેમ ભારતીય સંસ્કૃતિનો અવિરત પ્રવાહ મોરેશિયસને સમૃદ્ધ બનાવી રહ્યો છે. અને આજે, જ્યારે આપણે કાશીમાં મોરેશિયસના મિત્રોનું સ્વાગત કરી રહ્યા છીએ, ત્યારે તે ફક્ત ઔપચારિકતા નથી, પરંતુ એક આધ્યાત્મિક જોડાણ છે. તેથી જ હું ગર્વથી કહું છું કે ભારત અને મોરેશિયસ ફક્ત ભાગીદાર નથી, પરંતુ એક પરિવાર છે.