પ્રધાનમંત્રીએ સહકારી ક્ષેત્રના વૈશ્વિક રેન્કિંગમાં પ્રથમ અને બીજું સ્થાન મેળવવા બદલ અમૂલ અને ઇફકોને અભિનંદન આપ્યા
November 05th, 10:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બે અગ્રણી ભારતીય સહકારી સંસ્થાઓ, અમૂલ અને ઇફકોને સહકારી ક્ષેત્રના વૈશ્વિક રેન્કિંગમાં અનુક્રમે પ્રથમ અને બીજું સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, ભારતનું સહકારી ક્ષેત્ર ખૂબ જ ગતિશીલ છે અને ઘણા લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. અમારી સરકાર આગામી સમયમાં આ ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે.પ્રધાનમંત્રી 25 નવેમ્બરનાં રોજ આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે
November 24th, 05:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરનાં રોજ બપોરે 3 વાગ્યે આઇસીએ ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું ઉદઘાટન કરશે અને નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે સંયુક્ત રાષ્ટ્રનાં આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025નો શુભારંભ કરશે.