ત્રીજા ભારત-નોર્ડિક સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 19th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટની સાથે સાથે આઇસલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન
May 19th, 04:25 pm
ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે ભારતના વિકાસની વાર્તામાં તો યોગદાન આપ્યું જ છે; સાથે જ, નોર્ડિક દેશોના અર્થતંત્રોમાં પણ ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે અને હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ મજબૂત પાયા પર આપણા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે અમે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ પહેલો કરી છે.પ્રધાનમંત્રીની યુએઈ (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત (15 - 20 મે, 2026)
May 11th, 09:00 pm
પ્રધાનમંત્રી મોદી 15 મે થી 20 મે, 2026 દરમિયાન યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન, તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળશે અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. નેધરલેન્ડમાં, પ્રધાનમંત્રી રાજા વિલેમ-એલેક્ઝાન્ડરને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટેન સાથે વાતચીત કરશે. સ્વીડનમાં, તેઓ પ્રધાનમંત્રી ક્રિસ્ટરસન સાથે વાતચીત કરશે. નોર્વેમાં, તેઓ રાજા હેરાલ્ડ V ની મુલાકાત લેશે અને પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર (Jonas Gahr Støre) સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. ત્યારબાદ, તેઓ પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરવા માટે ઈટાલીની મુલાકાત લેશે.બીજી ભારત-નોર્ડિક સમિટ
May 04th, 07:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકોબ્સડોટીર, નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પ્રધાનમંત્રી મેગડાલેના એન્ડરસન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સન્ના મારિન સાથે 2જી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લીધો હતો. .આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત
May 04th, 03:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી, મહામહિમ કુ. કેટરીન જેકોબ્સડોટીર સાથે 2જી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન કોપનહેગનમાં દ્વિપક્ષીય બેઠક કરી હતી. ,ભારત અને નોર્ડિક દેશોના શિખર સંમેલન પ્રસંગે સંયુકત પ્રેસ નિવેદન
April 18th, 12:57 pm
આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી
April 17th, 09:05 pm
પોતાની સ્વિડન મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનો સાથે ફળદ્રુપ ચર્ચાઓ હાથ ધરી હત. વડાપ્રધાન મોદીએ આ આગેવાનો સાથે દ્વિપક્ષીય ચર્ચા હાથ ધરી હતી અને તેમના દેશો સાથે ભારતના સંબંધોને આગળ લઇ જવા અંગે વિચારણા કરી હતી.PM greets the people of Iceland on Iceland's National Day
June 17th, 11:01 am