ટીવી9 સમિટ 2026માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

March 23rd, 08:30 pm

સાથીઓ, આજે જ્યારે દુનિયા, conflicts (સંઘર્ષો) ને કારણે ગૂંચવાયેલી છે, જ્યારે આ સંઘર્ષોની દુષ્પ્રેરણા આખી દુનિયા પર દેખાઈ રહી છે, ત્યારે India and the world ની વાત કરવી ખૂબ જ પ્રાસંગિક છે. ભારત આજે એ દેશ છે, જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. 2014 પહેલાની સ્થિતિઓને પાછળ છોડીને આજે ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. હવે ભારત પડકારોને ટાળતું નથી પરંતુ પડકારો સામે ટકરાય છે. તમે છેલ્લા 5-6 વર્ષમાં જુઓ, કોરોનાની મહામારી પછી પડકારો એક પછી એક વધતા જ ગયા છે. એવું કોઈ વર્ષ નથી, જેણે ભારતની, ભારતીયોની પરીક્ષા ન લીધી હોય. પરંતુ 140 કરોડ દેશવાસીઓના એકજૂટ પ્રયાસથી ભારત દરેક આપત્તિનો સામનો કરતા આગળ વધી રહ્યું છે. આ સમયે યુદ્ધની પરિસ્થિતિઓમાં પણ ભારતની નીતિ અને વ્યૂહરચના જોઈને, ભારતનું સામર્થ્ય જોઈને દુનિયાના અનેક દેશો હેરાન છે. આપણે ત્યાં કહેવત છે, સાંચ કો આંચ નહીં. 28 ફેબ્રુઆરીથી દુનિયામાં જે ઉથલપાથલ મચી છે, આ કઠોર વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત પ્રગતિના, વિકાસના, વિશ્વાસના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આ 23 દિવસોમાં ભારતે પોતાની Relationship Building Capacity બતાવી છે, Decision Making Capacity બતાવી છે અને Crisis Management Capacity બતાવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ TV-9 નેટવર્ક સમિટને સંબોધિત કરી

March 23rd, 08:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'ભારત અને વિશ્વ' થીમ પર આધારિત TV9 સમિટને સંબોધિત કરી હતી. અભૂતપૂર્વ અને ગંભીર વૈશ્વિક પરિસ્થિતિઓને સ્વીકારતા, પ્રધાનમંત્રીએ એક નિર્ણાયક વળાંક પર વિચારોના આદાનપ્રદાન માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનાવવા બદલ TV9 નેટવર્કની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ જે ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે તે અભૂતપૂર્વ અને અત્યંત ગંભીર છે, અને આની વચ્ચે TV9 નેટવર્કે વિચારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઊભું કર્યું છે.

ફિનલેન્ડના રાષ્ટ્રપતિની મુલાકાતના પરિણામોની યાદી

March 05th, 04:36 pm

ટેકનોલોજી અને સંશોધન ક્ષેત્રોમાં ખાસ કરીને ભારતીય વ્યાવસાયિકો માટે ફિનલેન્ડ એક મહત્વપૂર્ણ સ્થળ બન્યું છે. સ્થળાંતર અને ગતિશીલતા ભાગીદારી અંગેનો સમજૂતી કરાર પ્રતિભાની ગતિશીલતાને સરળ બનાવશે.

ભારતના પ્રધાનમંત્રીની ભૂટાનની રાજકીય મુલાકાત અંગે સંયુક્ત પ્રેસ રીલીઝ

November 12th, 10:00 am

આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી 11 નવેમ્બર 2025ના રોજ ચાંગલિમિથાંગ ખાતે મહામહિમ ચતુર્થ દ્રુક ગ્યાલ્પોની 70મી જન્મજયંતિની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભૂટાનના લોકો સાથે જોડાયા હતા. પ્રધાનમંત્રી મોદીએ થિમ્પુમાં ચાલી રહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવમાં પણ ભાગ લીધો હતો. ભૂટાનના રાજા મહામહિમએ ઉત્સવ દરમિયાન જાહેર શ્રદ્ધા માટે થિમ્પુમાં ભારતમાંથી ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષની હાજરીની પ્રશંસા કરી હતી.

ભૂટાનના ચોથા રાજાની 70મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 11th, 12:00 pm

અમારી એજન્સીઓ આ ષડયંત્રની પૂરી તપાસ કરશે. તેની પાછળના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સેરેમોનિયલ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી

November 11th, 11:39 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભૂટાનના થિમ્પુમાં ચાંગલિમિથાંગ સમારોહ સ્થળ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. પ્રધાનમંત્રીએ ભૂટાનના રાજા મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ચોથા રાજા મહામહિમ જિગ્મે સિંગ્યે વાંગચુકનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમણે રાજવી પરિવારના આદરણીય સભ્યો, ભૂટાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ત્શેરિંગ ટોબગે અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોનો આદરપૂર્વક આભાર માન્યો હતો.

ભૂટાન માટે પ્રસ્થાન પહેલાં પ્રધાનમંત્રીનું નિવેદન

November 11th, 07:28 am

હું 11-12 નવેમ્બર 2025ના રોજ ભૂટાનની મુલાકાત લઈશ.

રાઇઝિંગ નોર્થઈસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 23rd, 11:00 am

મારા કેન્દ્રીય મંત્રીમંડળના સાથીદારો જ્યોતિરાદિત્ય સિંધિયાજી, સુકાંત મજુમદારજી, મણિપુરના ગવર્નર અજય ભલ્લાજી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માજી, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુજી, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાજી, મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાજી, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગજી, નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયુ રિયોજી, મિઝોરમના મુખ્યમંત્રી લાલદુહોમાજી, તમામ ઉદ્યોગ અગ્રણીઓ, રોકાણકારો, મહિલાઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું

May 23rd, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2025નું ઉદ્ઘાટન કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરતા, પ્રધાનમંત્રીએ ઉત્તર પૂર્વીય ક્ષેત્રના ભવિષ્યમાં ગર્વ, ઉષ્મા અને અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે તાજેતરમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા અષ્ટલક્ષ્મી મહોત્સવને યાદ કરી ભાર મૂક્યો કે આજનો કાર્યક્રમ ઉત્તર પૂર્વમાં રોકાણોની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ સમિટમાં ઉદ્યોગના અગ્રણીઓની નોંધપાત્ર હાજરી પર પ્રકાશ પાડ્યો અને આ ક્ષેત્રમાં રહેલી તકો અંગેના ઉત્સાહ પર ભાર મૂક્યો. તેમણે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારોને અભિનંદન આપ્યા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા નોર્થ ઇસ્ટ રાઇઝિંગ સમિટની પ્રશંસા કરી અને પ્રદેશના સતત વિકાસ અને સમૃદ્ધિ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

મંત્રીમંડળે જળવિદ્યુત પરિયોજનાઓ માટે માળખાગત સુવિધાને સક્ષમ કરવાના ખર્ચ માટે અંદાજપત્રીય સમર્થનની યોજનામાં સુધારાને મંજૂરી આપી

September 11th, 08:10 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રૂ.12461 કરોડનાં કુલ ખર્ચ સાથે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ (એચઇપી) માટે માળખાગત સુવિધાને સક્ષમ બનાવવાનાં ખર્ચ માટે અંદાજપત્રીય સહાયની યોજનામાં સુધારો કરવાની વીજ મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી છે. આ યોજના નાણાકીય વર્ષ 2024-25થી નાણાકીય વર્ષ 2031-32 સુધી લાગુ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીને ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પોથી નવાજવામાં આવ્યા

March 22nd, 03:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને થિમ્પુના ટેન્ડ્રેલથાંગ ખાતે એક જાહેર સમારંભમાં મહામહિમ ભૂટાનના રાજા દ્વારા ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક ખિતાબ, ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એનાયત કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પ્રથમ વિદેશી નેતા છે જેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.

નેપાળના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અખબારી નિવેદનનો અનુવાદ

June 01st, 12:00 pm

મહામહિમ પ્રધાનમંત્રી પ્રચંડજી, બંને પ્રતિનિધિમંડળના સભ્યો, મીડિયાના અમારા મિત્રો,

We have to build a government that will lay a solid foundation for 25 years: PM Modi in Bavla, Gujarat

November 24th, 11:14 am

In his last public meeting for the day, PM Modi spoke on the soul of India, that is its villages. Hitting out at the opposition, PM Modi slammed the Congress for ignoring the soul of India and said, “When it came to resources and facilities, the villages were not even considered in the Congress governments. As a result, the gap between villages and cities kept on increasing”. PM Modi further added that the condition of villages in Gujarat 20 years ago was dire, but today has been completely revamped under the BJP government.

ગુજરાતની દીકરીઓ વિકસિત ગુજરાતની નવી ગાથા લખવા જઈ રહી છેઃ પીએમ મોદી દહેગામમાં

November 24th, 11:13 am

વડાપ્રધાન શ્રી મોદીજીએ છેલ્લા 20-25 વર્ષમાં ગુજરાતે પાયાની સુવિધાઓમાં જોયેલા વિકાસ પર વાત કરી અને કહ્યું કે ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં દેશમાં અગ્રેસર છે.વડાપ્રધાન શ્રી મોદીજી એ પણ વાત કરી હતી કે કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં 5માં સૌથી મોટી છે જ્યારે 2014માં તે 10મા સ્થાને હતી. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની અર્થવ્યવસ્થા 14 ગણી વધી છે”.

કોંગ્રેસના નેતાઓ માત્ર સત્તા અને સિંહાસનની ચિંતા કરે છે અને દેશમાં વિભાજનકારી રાજકારણ રમે છેઃ મોડાસામાં પીએમ મોદી

November 24th, 11:04 am

વિપક્ષની ટીકા કરતાં વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચે તદ્દન તફાવત દર્શાવ્યો હતો.વડાપ્રધાન શ્રી મોદીજીએ કહ્યું, “જેટલો વિશ્વાસ અહીંની સરકારમાં છે, તેટલો જ ત્યાંની કોંગ્રેસ સરકારમાં અવિશ્વાસ છે”,વડાપ્રધાન શ્રી મોદીજીએ સમજાવ્યું કે કોંગ્રેસના નેતાઓ માત્ર સત્તા અને સિંહાસનની ચિંતા કરે છે અને દેશમાં વિભાજનની રાજનીતિ રમે છે.વડાપ્રધાન શ્રી મોદીજીએ વધુમાં કહ્યું કે, “ભાજપનું એક જ લક્ષ્ય છે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’.

ગુજરાત ભવિષ્યનું હાઈડ્રોજન હબ બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છેઃ પીએમ મોદી પાલનપુરમાં

November 24th, 10:41 am

ગુજરાતમાં સાતત્યપૂર્ણ વિકાસ સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રચારને ચાલુ રાખતા, વડાપ્રધાન શ્રી મોદીજીએ આજરોજ ​​ગુજરાતના પાલનપુર ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમના સંબોધનમાં પાંચ મુખ્ય ક્ષેત્રો પર વિસ્તારપૂર્વક વાત કરી, જેમાં પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ છે.

PM Modi addresses public meetings in Palanpur, Modasa, Dahegam & Bavla, Gujarat

November 24th, 10:32 am

Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palanpur, Modasa, Dahegam & Bavla, Gujarat. PM Modi spoke extensively on tourism, environment, water, livestock and nutrition in his address at Palanpur. At Modasa, PM Modi spoke on North Gujarat’s resolute to give the BJP, 100% of the electoral seats. In his address at Dahegam & Bavla, PM Modi spoke on the development for the next 25 years of Gujarat.

Double engine government is committed to the development of Arunachal Pradesh: PM Modi in Itanagar

November 19th, 09:40 am

PM Modi inaugurated Donyi Polo Airport, Itanagar and dedicated 600 MW Kameng Hydro Power Station to the nation. “Our government worked by considering the villages in the border areas as the first village of the country. This has resulted in making the development of the Northeast a priority for the government,” the PM remarked addressing a gathering at the inaugural event.

PM inaugurates first greenfield airport ‘Donyi Polo Airport, Itanagar’ in Arunachal Pradesh

November 19th, 09:30 am

PM Modi inaugurated Donyi Polo Airport, Itanagar and dedicated 600 MW Kameng Hydro Power Station to the nation. “Our government worked by considering the villages in the border areas as the first village of the country. This has resulted in making the development of the Northeast a priority for the government,” the PM remarked addressing a gathering at the inaugural event.

પ્રધાનમંત્રી 19મી નવેમ્બરના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે

November 17th, 03:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર, 2022ના રોજ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:30 વાગ્યે ઇટાનગરમાં ડોની પોલો એરપોર્ટનું ઉદઘાટન કરશે અને 600 મેગાવૉટના કામેંગ હાઇડ્રો પાવર સ્ટેશનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશનાં વારાણસી પહોંચશે, જ્યાં તેઓ બપોરે લગભગ 2 વાગ્યે 'કાશી તમિલ સંગમમ'નું ઉદ્ઘાટન કરશે.