વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પ્રારંભ દરમિયાન પીએમની ટિપ્પણીનો મૂળપાઠ

May 29th, 06:45 pm

આજે, ભગવાન જગન્નાથના આશીર્વાદથી, દેશના ખેડૂતો માટે એક ખૂબ જ મોટું અભિયાન શરૂ થઈ રહ્યું છે. ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ પોતાનામાં એક અનોખી પહેલ છે. ચોમાસું દસ્તક આપી રહ્યું છે, ખરીફ ઋતુની તૈયારીઓ ચાલી રહી છે અને આવી સ્થિતિમાં, દેશના વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની 2 હજારથી વધુ ટીમો આગામી 12 થી 15 દિવસ સુધી ગામડે ગામડે જઈ રહી છે. આ ટીમો દેશના 700 થી વધુ જિલ્લાઓમાં કરોડો ખેડૂતો સુધી પહોંચશે. હું દેશના તમામ ખેડૂતો, આ ટીમોમાં સામેલ તમામ સાથીદારોને, આ મહાન અભિયાન માટે, એક મોટા મહત્વાકાંક્ષી કાર્યક્રમ માટે અને કૃષિના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનને સંબોધન કર્યુ

May 29th, 06:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિક્ષિત કૃષિ સંકલ્પ અભિયાનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ અને કૃષિ વિકાસને ટેકો આપવા માટેનો એક અનોખો પ્રયાસ ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે જેમ જેમ ચોમાસુ નજીક આવશે અને ખરીફ ઋતુની તૈયારીઓ શરૂ થશે, તેમ તેમ આગામી 12 થી 15 દિવસમાં, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો, અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતોની 2000 ટીમો 700+ જિલ્લાઓમાં પ્રવાસ કરશે અને ગામડાઓમાં લાખો ખેડૂતો સુધી પહોંચશે. તેમણે આ ટીમોમાં ભાગ લેનારા તમામ ખેડૂતો અને સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી, ભારતના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટેના તેમના સમર્પણને સ્વીકાર્યું હતું.

મન કી બાત – (122મી કડી) પ્રસારણ તારીખ-25-05-2025

May 25th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આજે પૂરો દેશ આતંકવાદ વિરૂદ્ધ એક જૂથ છે, આક્રોશથી ભરેલો છે, સંકલ્પબદ્ધ છે, આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે, આપણે આતંકવાદનો ખાતમો બોલાવવાનો જ છે. સાથીઓ, ઓપરેશન સિંદૂર વખતે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે, તેનાથી દરેક હિંદુસ્તાનીનું માથું ઉંચું કરી દીધું છે. જે ચોકસાઇની સાથે, જે સટિકતાથી આપણી સેનાઓએ સરહદની પેલે પારના આતંકવાદી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા છે. તે અદભૂત છે. ઓપરેશન સિંદૂરે દુનિયાભરમાં આતંક વિરૂદ્ધની લડાઇને નવો વિશ્વાસ અને ઉત્સાહ આપ્યા છે.

આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે: વડાપ્રધાન મોદી મન કી બાત દરમિયાન

July 31st, 11:30 am

સાથીઓ, ૩૧ જુલાઈ અર્થાત્ આજના જ દિવસે, આપણે બધાં દેશવાસીઓ, શહીદ ઉધમસિંહજીની શહીદીને નમન કરીએ છીએ. હું આવા અન્ય બધાં મહાન ક્રાંતિકારીઓને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું, જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું.