પ્રધાનમંત્રીએ મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 19th, 10:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી મંગલ પાંડેજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું સાહસિક જીવન આજે પણ દરેક ભારતીયને ગર્વથી ભરી દે છે અને તેમની બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને પ્રેરણા આપતી રહેશે.પ્રધાનમંત્રીએ થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
July 15th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ કે. કામરાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે તેમને ભારતના સ્વતંત્રતા ચળવળના એક દિગ્ગજ નેતા અને રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરનારા એક અસાધારણ જન નેતા તરીકે યાદ કર્યા. શ્રી મોદીએ કહ્યું કે થિરુ કે. કામરાજજીની શિક્ષણ, સમાવેશી વિકાસ અને વંચિતોના કલ્યાણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપે છે.ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી.વી. નરસિંહ રાવને તેમની જન્મજયંતી પર પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 28th, 10:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી પી.વી. નરસિંહ રાવને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી પી.વી. નરસિંહ રાવે દેશના ઇતિહાસના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.પ્રધાનમંત્રીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 26th, 12:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે તેમને એક મહાન સાહિત્યકાર તરીકે યાદ કર્યા જેમના કાર્યોએ ભારતીયોની પેઢીઓમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવના જગાડી હતી.પ્રધાનમંત્રીએ રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 26th, 12:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું, તેમણે પોતાનું જીવન વંચિત, શોષિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમનું મહાન કાર્ય અને આદર્શો આવનારા સમયમાં દેશને માર્ગદર્શન આપતા રહેશે.પ્રધાનમંત્રીએ કટોકટી દરમિયાન લોકશાહીનું રક્ષણ કરનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી
June 25th, 10:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કટોકટી દરમિયાન લોકશાહી મૂલ્યોનું દ્રઢતાપૂર્વક રક્ષણ કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેને ભારતના ઇતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંના એક તરીકે ગણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે આ સમયગાળાએ એવા અસંખ્ય નાગરિકોની અસાધારણ હિંમત અને દ્રઢતા પણ દર્શાવી હતી જેમણે મૌન રહેવાનો ઇનકાર કર્યો હતો અને બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા હતા.પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
May 27th, 08:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ આદિ શંકરાચાર્યને શ્રદ્ધાંજલિ આપી
April 21st, 01:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના મહાન આધ્યાત્મિક વ્યક્તિઓમાંના એક આદિ શંકરાચાર્યને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે તેમના ગહન ઉપદેશો, વિચારો અને અદ્વૈત વેદાંતના દર્શન વિશ્વભરના અસંખ્ય લોકોને માર્ગદર્શન આપે છે. વધુમાં, દેશભરમાં આધ્યાત્મિક ચિંતનને પુનર્જીવિત કરવા અને આધ્યાત્મિક કેન્દ્રો સ્થાપિત કરવાના તેમના પ્રયાસો કાયમી પ્રેરણારૂપ રહેશે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું તેમનું જ્ઞાન આપણા માર્ગને પ્રકાશિત કરતું રહે અને સત્ય, કરુણા અને સામૂહિક કલ્યાણ પ્રત્યેના આપણા સંકલ્પને મજબૂત બનાવતું રહે.પ્રધાનમંત્રીએ બસવ જયંતી પર જગદગુરુ બસવેશ્વરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 20th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બસવ જયંતી નિમિત્તે જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રધાનમંત્રીએ સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 14th, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે સંસદ સંકુલમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી
April 13th, 09:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું બલિદાન આપણા લોકોની અદમ્ય ભાવનાની શક્તિશાળી યાદ અપાવે છે.પ્રધાનમંત્રીએ સંસદ સંકુલમાં મહાત્મા ફુલેને શ્રદ્ધાંજલિ આપી
April 11th, 11:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ સંકુલમાં મહાત્મા ફુલેને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.પ્રધાનમંત્રીએ પ્રકાશ પર્વ નિમિત્તે શ્રી ગુરુ તેગ બહાદુરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 07th, 10:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રકાશ પર્વના શુભ પ્રસંગે આપણી સંસ્કૃતિના મહાન આધ્યાત્મિક વિભૂતિ શ્રી ગુરુ તેગ બહાદુરજીને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.પ્રધાનમંત્રીએ શ્રીમદ્ સુધીન્દ્ર તીર્થ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 31st, 10:58 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીમદ્ સુધીન્દ્ર તીર્થ સ્વામીજીને તેમની જન્મશતાબ્દીના ખાસ પ્રસંગે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રીમદ્ સુધીન્દ્ર તીર્થ સ્વામીજીએ પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું, સમાજ પર અમીટ અસર છોડી હતી.પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
March 30th, 09:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત માતાના બહાદુર સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના ક્રાંતિકારી વિચારોથી તેમણે સ્વતંત્રતા ચળવળમાં એક નવી ચેતના જગાવી. તેમનું જીવન અને આદર્શો દેશની દરેક પેઢીને રાષ્ટ્રસેવા તરફ પ્રેરણા આપતા રહેશે, એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ લોકોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
March 12th, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, 1930માં આજના દિવસે શરૂ થયેલી દાંડી કૂચમાં ભાગ લેનારા તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ આપી.પ્રધાનમંત્રીએ મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 15th, 02:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સમાજ સુધારક શ્રી સંત સેવાલાલ મહારાજની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. “સત્ય, અહિંસા અને ઉચ્ચ નૈતિક મૂલ્યોનો સંદેશ ફેલાવીને તેમણે સમાજમાં નવી ચેતના જગાડી. તેમનું પ્રેરણાદાયી જીવન દેશના લોકોને હંમેશ માટે માર્ગદર્શન આપતું રહેશે”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 11th, 10:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે મૂલ્યો પર આધારિત તેમના સિદ્ધાંતો અને વિચારો દેશની દરેક પેઢી માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશેપ્રધાનમંત્રીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 01st, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના વિચારોમાં ન્યાય અને કરુણાની ભાવના સર્વોચ્ચ હતી, જે જન કલ્યાણ માટેની આપણી યોજનાઓનો પાયો બનાવે છે. તેમણે પ્રગટાવેલો સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાનો દીવો હંમેશા દેશવાસીઓના માર્ગને પ્રકાશિત કરતો રહેશે, શ્રી મોદીએ કહ્યું.પ્રધાનમંત્રીએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
January 30th, 01:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે બાપુના શાશ્વત આદર્શો આપણા રાષ્ટ્રની યાત્રાને માર્ગદર્શન આપતા રહેશે. શ્રી મોદીએ કહ્યું, અમે તેમના સિદ્ધાંતો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ અને ન્યાય, સંવાદિતા અને માનવતાની સેવા પર આધારિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ છીએ.