ઇન્ડિયા ચિપ લિમિટેડના ખાતમુહૂર્ત સમારોહ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 21st, 05:30 pm
આજે ભારત, વિકસિત થવાના લક્ષ્ય પર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. અને મેં લાલ કિલ્લા પરથી પણ કહ્યું છે- ભારત પાસે રોકાવાનો, થંભવાનો સમય નથી. વર્ષ 2026 ની શરૂઆતથી જ ભારતે પોતાની કદમતાલ વધુ તેજ કરી દીધી છે. 12 જાન્યુઆરીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગથી દેશના લાખો યુવાનો જોડાયા, 16 જાન્યુઆરીએ આપણે નેશનલ સ્ટાર્ટ અપ ડે મનાવ્યો, ભારતની સ્ટાર્ટ-અપ ક્રાંતિને નવી ઊર્જા આપી, જાન્યુઆરીમાં જ થયેલી ઈન્ડિયા એનર્જી સમિટમાં ભારતે પોતાના સામર્થ્યથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. પછી વિકસિત ભારતને નવી ગતિ આપનારું બજેટ આવ્યું અને હવે આ સપ્તાહ પણ ભારત માટે ઐતિહાસિક સિદ્ધ થઈ રહ્યું છે. ગ્લોબલ AI Impact સમિટમાં, દુનિયાના અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ટેકનોલોજી જગતના દિગ્ગજો, તમામ દિલ્હીમાં એકઠા થયા હતા. આ સમિટમાં દુનિયાએ, ભારતના AI સામર્થ્યને જોયું, અમારા વિઝનને સમજ્યું અને પ્રશંસા કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર યુનિટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો
February 21st, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn સેમિકન્ડક્ટર યુનિટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લીધો હતો. નવી દિલ્હીમાં યોજાયેલી ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટના તુરંત બાદ, આ સમારોહ ભારતની વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે.પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીએ HCL–Foxconn જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે
February 20th, 06:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે આશરે 5 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી (YEIDA), ઉત્તર પ્રદેશમાં HCL-Foxconn જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ - ઈન્ડિયા ચિપ પ્રાઈવેટ લિમિટેડ (India Chip Pvt. Ltd.) ના ભૂમિપૂજન સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.પ્રધાનમંત્રીએ AI ક્ષેત્રમાં કાર્યરત CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરી
January 29th, 06:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત તેમના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં કાર્યરત CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.ઉત્તર પ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટને કેબિનેટે મંજૂરી આપી
May 14th, 03:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાને મંજૂરી આપી.