પ્રધાનમંત્રીએ ગુજરાતના હઝીરામાં પ્રદર્શનમાં હાજરી આપી
June 05th, 10:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના હઝીરા ખાતે આયોજિત એક પ્રદર્શનમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) પહેલ હેઠળ સંરક્ષણ ક્ષેત્રે દેશની વધતી જતી ક્ષમતાઓ નિહાળી હતી.પ્રધાનમંત્રીએ ગુજરાતના હજીરા ખાતે L&T સંકુલની મુલાકાત લીધી
June 05th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હજીરા, ગુજરાત ખાતે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) સંકુલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં કંપની દ્વારા વિકસાવવામાં આવી રહેલી અગ્રણી નવીનતાઓ નિહાળી હતી.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી 5 જૂને સુરત અને દમણની મુલાકાત લેશે
June 04th, 10:03 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાત અને દમણની મુલાકાત લેશે. બપોરે આશરે 2:30 વાગ્યે, પ્રધાનમંત્રી સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. બપોરે આશરે 4:15 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં આશરે ₹18,800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, રાષ્ટ્રને સમર્પણ અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે.પ્રધાનમંત્રીએ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલનું ભૂમિપૂજન કર્યું
January 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મકાન અને શહેરી વિકાસ મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.અમદાવાદ મેટ્રો પ્રોજેકટ ફેઝ-2 અને અને સુરત મેટ્રો પ્રોજેકટના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 18th, 10:30 am
ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ જ મહત્વની ભેટ મળી રહી છે. દેશના બે મોટા વ્યાપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું કામ કરશે. ગઈકાલે જ કેવડિયા માટે નવા રેલવે માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી કેવડિયા સુધી જશે. આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 08th, 10:51 am
કોઈ એક પ્રોજેકટની શરૂઆત થવાથી બિઝનેસમાં સરળતા વધે અને સાથે–સાથે જીવન જીવવામાં પણ સરળતા વધે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. હમણાં મને જે ચાર-પાંચ ભાઈ-બહેનો સાથે વાત કરવાની તક મળી અને તે પોતાના અનુભવનું જે રીતે વર્ણન કરતા હતા, પછી ભલેને તે તીર્થ યાત્રાની કલ્પના હોય કે પછી વાહનો દ્વારા ઓછામાં ઓછુ નુકસાન થવાની ચર્ચા હોય, સમય બચાવવાની ચર્ચા હોય કે પછી ખેતીમાં જે ઉત્પાદન મળે છે તેને નુકસાન થતું અટકાવવાની વાત હોય, તાજા ફળ અને શાકભાજી સુરત જેવા બજાર સુધી પહોંચાડવા માટેનો આટલો ઉત્તમ ઉપાય હોય અને એક પ્રકારે કહીએ તો આ યોજનાનાં જેટલાં પાસાં છે તેને અમારી સામે રજૂ કર્યાં અને તેને કારણે વેપાર માટે જે સુવિધાઓમાં વધારો થવાનો છે, ઝડપમાં જે વધારો થવાનો છે મને લાગે છે કે આ બધા કારણોથી ખુબ જ ખુશીનુ વાતાવરણ છે. વેપારી હોય કે વ્યવસાયી, શ્રમિક હોય કે ખેડૂત, સૌ કોઈને આ બહેતર કનેક્ટીવિટીનો લાભ થવાનો છે. જ્યારે પોતાના લોકો સાથેનું અંતર ઓછુ થાય છે, ત્યારે મનને પણ ખૂબ સંતોષ મળતો હોય છે.પ્રધાનમંત્રીએ હજીરા ખાતે રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું
November 08th, 10:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે નવનિર્મિત રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ હજીરા અને ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલી ઝંડી બતાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. તેમણે જહાજ મંત્રાલયનું નામ બદલીને બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય કર્યું હતું.પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે
November 06th, 03:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં હજીરા ખાતે રો–પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો–પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવી તેનો શુભારંભ કરાવશે. જળમાર્ગોનો ઉપયોગ કરવાની અને તેમને દેશના આર્થિક વિકાસ સાથે સંકલિત કરવાની પ્રધાનમંત્રીની દૂરંદેશીની દિશામાં આ કાર્યક્રમ એક મોટું ડગલું છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક વપરાશકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 માટે આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે
January 16th, 08:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 17મી જાન્યુઆરી 2019થી શરુ થતી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને હજીરાની મુલાકાત લેશે.