પ્રધાનમંત્રીએ સેનાના પૂર્વ સૈનિક હવાલદાર બલદેવ સિંહ (નિવૃત્ત) ના નિધન પર શોક વ્યક્ત કર્યો

January 08th, 10:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેનાના પૂર્વ સૈનિક હવાલદાર બલદેવ સિંહ (નિવૃત્ત) ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ભારત પ્રત્યેની તેમની યાદગાર સેવા આવનારા વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે હિંમત અને ખંતનું સાચું પ્રતિક, રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે.