પ્રધાનમંત્રીએ કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો
September 13th, 08:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકના હાસનમાં થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.