પ્રધાનમંત્રીએ પરાક્રમ દિવસ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
January 23rd, 08:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી પર, જે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે નેતાજીના અદમ્ય સાહસ, અતૂટ સંકલ્પ અને રાષ્ટ્ર માટે અપ્રતિમ યોગદાનને યાદ કરતા જણાવ્યું કે તેમનું નિર્ભય નેતૃત્વ અને ઊંડી દેશભક્તિ મજબૂત ભારતના નિર્માણ માટે પેઢીઓને પ્રેરણા આપતી રહે છે.પ્રધાનમંત્રીએ ભારતીય ડૉક્ટર સાથેના અફઘાનના રાજદૂતના અનુભવ પર ટ્વીટ કર્યું
July 01st, 05:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત શ્રી ફરિદ મામુન્દઝાયના ટ્વીટ પર ટિપ્પણી કરી હતી. રાજદૂતે તેમની મુલાકાત દરમિયાન એક ભારતીય ડૉક્ટર વિશે પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારતીય ડૉક્ટરને ખબર પડી હતી કે, તેમના દર્દી ભારતમાં અફઘાનના રાજદૂત છે, ત્યારે તેમણે કહ્યું કે, તેઓ તેમના ભાઈનો ચાર્જ નહીં લે. આ ટ્વીટ હિંદીમાં હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અફઘાનના રાજદૂતે બયાન કરેલો આ પ્રસંગ ભારત-અફઘાનિસ્તાનનાં સંબંધોની સુગંધ ફેલાવે છે.હરિપુરા ખાતે આવતીકાલનો કાર્યક્રમ નેતાજીએ આપણાં રાષ્ટ્રને આપેલા યોગદાનને અંજલી હશે: પ્રધાનમંત્રી
January 22nd, 07:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી.