PM 26 સપ્ટેમ્બરે બિહારમાં મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનું લોકાર્પણ કરશે
September 25th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો શુભારંભ કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી બિહારની 75 લાખ મહિલાઓના બેંક ખાતામાં પ્રત્યેકને 10,000 રૂપિયા સીધા ટ્રાન્સફર કરશે, જે કુલ 7,500 કરોડ રૂપિયા થશે.પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં જહાં-એ-ખુસરો 2025માં ભાગ લેશે.
February 27th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 7:30 વાગ્યે નવી દિલ્હીનાં સુંદર નર્સરી ખાતે ભવ્ય સુફી સંગીત મહોત્સવ જહાં-એ-ખુસરો 2025માં સહભાગી થશે.