જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 13th, 12:30 pm
સૌ પ્રથમ, હું એવા શ્રમજીવી ભાઈઓનો આભાર માનું છું જેમણે દેશ અને જમ્મુ-કાશ્મીરની પ્રગતિ માટે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં, પોતાના જીવને જોખમમાં મૂકીને પણ કામ કર્યું. આપણા સાત સાથી કામદારોએ પોતાના જીવ ગુમાવ્યા, પણ અમે અમારા સંકલ્પથી ડગમગ્યા નહીં, મારા સાથી કાર્યકરો ડગમગ્યા નહીં, કોઈએ અમને ઘરે પાછા જવાનું કહ્યું નહીં, મારા આ સાથી શ્રમિકોએએ દરેક પડકારનો સામનો કરીને આ કાર્ય પૂર્ણ કર્યું છે. અને આજે, સૌ પ્રથમ, હું તે સાત કામદારોનું પૂણ્ય સ્મરણ કરું છું જેમને આપણે ગુમાવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું
January 13th, 12:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. શ્રી મોદીએ ટિપ્પણી કરી કે પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ અને તેમના સંકલ્પ અને પ્રતિબદ્ધતા બદલ શ્રમિકોની પ્રશંસા કરી. તેમણે 7 મજૂરોના મૃત્યુ પર પણ શોક વ્યક્ત કર્યો.પ્રધાનમંત્રી જમ્મુ અને કાશ્મીરની સુંદરતા અને આતિથ્ય પ્રત્યે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા
October 08th, 10:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરની સુંદરતા અને આતિથ્ય પ્રત્યે નાગરિકોના પ્રતિભાવ શેર કર્યા છે જેમાં બૈસારન, અરુ, કોકરનાગ, અચ્છબલ, ગુલમર્ગ, શ્રીનગર અને દાલ તળાવની સુંદરતાને પ્રકાશિત કરવામાં આવી છે.બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભિક સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભિક સંબોધન કર્યું
February 26th, 11:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા ખેલો ઈન્ડિયા રાષ્ટ્રીય શિયાળુ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે પ્રારંભિક સંબોધન કર્યું હતું.