ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 27th, 11:30 am
હું બે દિવસથી ગુજરાતમાં છું. ગઈકાલે હું વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ ગયો અને આજે વહેલી સવારે ગાંધીનગર આવ્યો, જ્યાં પણ ગયો એવું લાગ્યું કે દેશભક્તિનો ઉત્સાહ, ગર્જના કરતો સિંદુરી સાગર હતો, સિંદુરી સાગરની ગર્જના અને લહેરાતો ત્રિરંગો હતો, લોકોના હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ હતો, તે એક એવું દૃશ્ય હતું, તે એક એવું દ્રશ્ય હતું અને આ ફક્ત ગુજરાતમાં જ નથી, ભારતના દરેક ખૂણામાં છે. તે દરેક ભારતીયના હૃદયમાં છે. શરીર ગમે તેટલું સ્વસ્થ હોય જો કાંટો વાગી જાય તો આખું શરીર પરેશાન રહે છે. હવે અમે નક્કી કર્યું છે કે અમે તે કાંટો દૂર કરીશું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહને સંબોધન કર્યુ
May 27th, 11:09 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ગાંધીનગરમાં ગુજરાત શહેરી વિકાસ ગાથાના 20 વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શહેરી વિકાસ વર્ષ 2025નો શુભારંભ કરાવ્યો, જે શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષ પૂર્ણ થયા છે. સભાને સંબોધતા તેમણે કહ્યું કે વડોદરા, દાહોદ, ભુજ, અમદાવાદ અને ગાંધીનગરની તેમની મુલાકાત દરમિયાન છેલ્લા 2 દિવસમાં તેઓ ઓપરેશન સિંદૂરની સફળતા અને ત્રિરંગો લહેરાવતા દેશભક્તિના ઉત્સાહનો અનુભવ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે આ એક જોવાલાયક દૃશ્ય હતું અને આ લાગણી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં અને દરેક ભારતીયના હૃદયમાં હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે આતંકવાદના કાંટાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો અને તે પૂર્ણ વિશ્વાસ સાથે કર્યું છે.પ્રધાનમંત્રી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે
May 25th, 09:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ 11:15 વાગ્યે તેઓ એક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી પણ આપશે. ત્યારબાદ તેઓ દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ એક જાહેર સમારોહને પણ સંબોધિત કરશે.