પ્રધાનમંત્રીએ રાજા પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી
June 15th, 03:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજા પર્વના પાવન અવસર પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો
June 10th, 11:50 pm
પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓ અને નાગરિકોનો તેમની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યોપ્રધાનમંત્રીએ રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીની શુભેચ્છાઓ બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી
June 10th, 09:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભાના ઉપસભાપતિ શ્રી હરિવંશજીની શુભેચ્છાઓ બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ અવસર દેશ માટે હજુ વધુ સમર્પણ, નિષ્ઠા અને પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી
June 10th, 09:11 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીના હાર્દિક શુભેચ્છાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીમાં આ ઐતિહાસિક પડાવ જનતા જનાર્દનના અપાર આશીર્વાદ અને સ્નેહનું જ પરિણામ છે.વિશ્વના નેતાઓએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ભારતના સૌથી લાંબી મુદત સુધી સતત સેવા આપનારા લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા
June 09th, 07:32 pm
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ અનુરા કુમારા દિસનાયકાએ પ્રધાનમંત્રીને સંબોધિત 8 જૂન 2026 ના પત્રમાં, શ્રીલંકાની સરકાર અને જનતા વતી તેમને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે: આ સીમાચિહ્ન માત્ર તમારા શાસનના વર્ષોનું પ્રમાણ નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી લોકશાહીના લોકોએ તમારા નેતૃત્વમાં વારંવાર જે વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે તેની સાબિતી છે. રાષ્ટ્રપતિએ ભારતના નોંધપાત્ર આર્થિક અને સામાજિક પરિવર્તન પર પણ પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના વિઝને શ્રીલંકા સહિત ભારતની સરહદોની બહાર પણ ઘણા લોકોને પ્રેરિત કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ 4-6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી, જે આ ટાપુ રાષ્ટ્રની તેમની ચોથી મુલાકાત હતી, જે દરમિયાન તેમને વિદેશી મહાનુભાવને આપવામાં આવતું શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'મિત્ર વિભૂષણ' એનાયત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતે ભારતની 'નેબરહુડ ફર્સ્ટ' (પાડોશી પ્રથમ) ની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં શ્રીલંકા ભારતની અડીખમ ભાગીદારીના સૌથી નજીકના લાભાર્થીઓમાં સામેલ છે, જેમાં 2022 માં શ્રીલંકાની આર્થિક મુશ્કેલીઓ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલો મહત્વપૂર્ણ સહયોગ પણ સામેલ છે.પ્રધાનમંત્રીએ પ્રજ્ઞાનંદને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા
June 06th, 02:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજ્ઞાનંદને તેમની અસાધારણ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ ખરેખર એક અદ્ભુત સીમાચિહ્નરૂપ છે જે તેમની સતત ઉત્કૃષ્ટતાને દર્શાવે છે. શ્રી મોદીએ તેમના ભવિષ્યના પ્રયાસો માટે પણ તેમને ઉત્તમ શુભેચ્છાઓ પાઠવી હતી.ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ પ્રધાનમંત્રીએ સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને અભિનંદન પાઠવ્યા
June 03rd, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુશ્રી મેટ્ટે ફ્રેડરિકસેનને સતત ત્રીજી મુદત માટે ડેનમાર્કના પ્રધાનમંત્રી તરીકે પદભાર સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ શ્રી ડીકે શિવકુમારજીને અભિનંદન પાઠવ્યા
June 03rd, 06:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ડીકે શિવકુમારજીને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
June 02nd, 09:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણા રાજ્ય સ્થાપના દિવસના ખાસ પ્રસંગે તેલંગાણાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.ગોવાના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ ગોવાના લોકોને શુભેચ્છાઓ પાઠવી
May 30th, 08:36 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવાના રાજ્ય સ્થાપના દિવસના અવસર પર ગોવાના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી
May 28th, 09:55 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ-ઉલ-અધા પર સૌને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર સમારોહની ઝલક શેર કરી
May 25th, 11:19 pm
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ સમારોહ ગૌરવ, કૃતજ્ઞતા અને પ્રેરણાથી ભરેલો હતો કારણ કે સમાજ અને રાષ્ટ્રમાં તેમના અસાધારણ યોગદાન માટે વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે ભારતની શક્તિ આવા નોંધપાત્ર વ્યક્તિઓમાં રહેલી છે જેમનું કાર્ય આપણી સામૂહિક યાત્રાને સમૃદ્ધ બનાવે છે.પ્રધાનમંત્રીએ સિક્કિમના લોકોને રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી
May 16th, 01:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિક્કિમના રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે ત્યાંના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી, જે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે કારણ કે સિક્કિમ આ વર્ષે તેનો 50મો રાજ્ય સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતના વિકાસની સફરમાં સિક્કિમના યોગદાનને ખૂબ જ મૂલ્યવાન ગણવામાં આવે છે અને તેની પ્રશંસા કરવામાં આવે છે. 50મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન સિક્કિમની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના લોકો દ્વારા દર્શાવવામાં આવેલા સ્નેહ અને આદરથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી
May 11th, 09:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
May 04th, 08:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.મિશન દ્રષ્ટિના સફળ લોન્ચિંગ બદલ પ્રધાનમંત્રીએ ગેલેક્સઆઈ (GalaxEye)ને અભિનંદન પાઠવ્યા
May 03rd, 03:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન દ્રષ્ટિના સફળ લોન્ચિંગ બદલ ગેલેક્સઆઈના સ્થાપકો અને સમગ્ર ટીમને અભંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી
May 01st, 09:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ ગુજરાત દિવસ પર ગુજરાતના લોકોને શુભેચ્છાઓ પાઠવી
May 01st, 09:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત દિવસના ખાસ પ્રસંગે ગુજરાતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.બુદ્ધ પૂર્ણિમા પર પ્રધાનમંત્રીએ સૌને શુભેચ્છા પાઠવી
May 01st, 09:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસર પર તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભગવાન બુદ્ધના આદર્શોને સાકાર કરવા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે તેમના વિચારો સમાજમાં આનંદ અને એકતાની ભાવનાને વધુ ગાઢ બનાવશે. તેમણે વધુમાં દરેકને શાંતિ, કરુણા અને સદ્ભાવનાના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતા આ પવિત્ર અવસર પર ભગવાન બુદ્ધના જીવન મૂલ્યોને અપનાવવાનો સંકલ્પ દોહરાવવા વિનંતી કરી હતી.પીએમ મોદીએ 'મન કી બાત'માં દેશવાસીઓને ડિજિટલ વસ્તી ગણતરી 2027માં ભાગ લેવા અને તેને સફળ બનાવવાનો આગ્રહ કર્યો.
April 26th, 11:30 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં, પીએમ મોદીએ પરમાણુ અને પવન ઉર્જા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભગવાન બુદ્ધના ઉપદેશો, બીટિંગ રિટ્રીટ સમારોહ, પ્રકૃતિ સંરક્ષણ, વાંસ ક્ષેત્ર, પ્રાચીન ગ્રંથો અને ગણિત ઓલિમ્પિયાડ કાર્યક્રમ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર પણ ચર્ચા કરી. પીએમએ ચાલુ ડિજિટલ સેન્સસ અભિયાન વિશે પણ વાત કરી અને દરેકને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો આગ્રહ કર્યો.