Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur
April 23rd, 01:00 pm
Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar
April 23rd, 12:45 pm
PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal
April 23rd, 12:30 pm
PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.રાષ્ટ્રને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 18th, 08:45 pm
સાથીઓ, ગઈકાલે દેશની કરોડો મહિલાઓની નજર સંસદ પર હતી, દેશની નારી શક્તિ જોઈ રહી હતી, મને પણ એ જોઈને ખૂબ દુઃખ થયું કે જ્યારે આ નારી હિતનો પ્રસ્તાવ પડતો મુકાયો, ત્યારે કોંગ્રેસ, ડીએમકે, ટીએમસી, સપા જેવા પરિવારવાદી પક્ષો ખુશીથી તાળીઓ વગાડી રહ્યા હતા. મહિલાઓ પાસેથી તેમના અધિકારો છીનવીને આ લોકો મેજ થપથપાવી રહ્યા હતા. તેમણે જે કર્યું તે માત્ર ટેબલ પર થાપ નહોતી, તે નારીના સ્વાભિમાન પર, તેના આત્મસન્માન પર પ્રહાર હતો અને નારી બધું ભૂલી જાય છે, પોતાનું અપમાન ક્યારેય ભૂલતી નથી, તેથી સંસદમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓના તે વર્તનની ટીસ દરેક નારીના મનમાં હંમેશા રહેશે. દેશની નારી જ્યારે પણ પોતાના વિસ્તારમાં આ નેતાઓને જોશે, ત્યારે તે યાદ કરશે કે આ જ લોકોએ સંસદમાં મહિલા અનામતને રોકવાની ઉજવણી કરી હતી, ખુશીઓ મનાવી હતી. ગઈકાલે સંસદમાં નારી શક્તિ વંદન સુધારાનો જે પક્ષોએ વિરોધ કર્યો છે તેમને હું સ્પષ્ટ શબ્દોમાં કહીશ - આ લોકો નારી શક્તિને 'ફોર ગ્રાન્ટેડ' લઈ રહ્યા છે, તેઓ એ ભૂલી રહ્યા છે કે 21મી સદીની નારી દેશની દરેક ઘટના પર નજર રાખી રહી છે, તે તેમના ઈરાદાઓને પારખી રહી છે અને સત્ય પણ સારી રીતે જાણી ચૂકી છે. તેથી મહિલા અનામતનો વિરોધ કરીને જે પાપ વિપક્ષે કર્યું છે, તેની સજા તેમને ચોક્કસ મળશે. આ પક્ષોએ બંધારણ નિર્માતાઓની ભાવનાઓનું પણ અપમાન કર્યું છે અને જનતા દ્વારા અપાતી સજામાંથી તેઓ બચી શકશે નહીં.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું
April 18th, 08:30 pm
ભારતની માતાઓ, બહેનો અને દીકરીઓ સંબંધિત અત્યંત ગંભીર મુદ્દા પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ મહિલાઓની પ્રગતિ અટકી જવા બદલ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે નોંધ્યું હતું કે સરકારના અત્યંત અને નિષ્ઠાવાન પ્રયાસો છતાં, નારી શક્તિ વંદન અધિનિયમ સુધારો પસાર થઈ શક્યો નથી, જેનાથી મહિલા વસ્તીના વૈધ સપનાઓ તૂટી ગયા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ કમનસીબ પરિણામ માટે હું દેશની તમામ માતાઓ અને બહેનોની ક્ષમા માંગુ છું.પ્રધાનમંત્રી 31 મેના રોજ મધ્યપ્રદેશની મુલાકાત લેશે
May 30th, 11:15 am
પ્રધાનમંત્રી લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહા સંમેલનમાં હાજરી આપશે. તેઓ લોકમાતા દેવી અહિલ્યાબાઈને સમર્પિત એક સ્મારક ટપાલ ટિકિટ અને એક ખાસ સિક્કો પણ બહાર પાડશે. 300 રૂપિયાના સિક્કામાં અહિલ્યાબાઈ હોલકરનું ચિત્ર હશે. પ્રધાનમંત્રી આદિવાસી, લોક અને પરંપરાગત કલામાં યોગદાન બદલ મહિલા કલાકારને રાષ્ટ્રીય દેવી અહિલ્યાબાઈ પુરસ્કાર પણ અર્પણ કરશે.ગુજરાતના નવસારીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 08th, 11:50 am
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નવસારીના સાંસદ અને કેન્દ્ર સરકારમાં મારા સાથી, કેન્દ્રીય મંત્રી ભાઈ સીઆર પાટીલ, પંચાયત સભ્યો અને મંચ પર હાજર લખપતિ દીદીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા લોકો, ખાસ કરીને મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, આપ સૌને નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં નવસારીમાં વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો
March 08th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો અને દીકરીઓના પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ખાસ દિવસે દેશની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજે માતૃશક્તિનાં મહાકુંભમાં તેમને મા ગંગાનાં આશીર્વાદ મળ્યાં હતાં. ત્યારે તેમને આજે માતૃશક્તિનાં મહાકુંભમાં આશીર્વાદ મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ આજે ગુજરાતમાં બે યોજનાઓ– જી-સફલ (આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટેની ગુજરાત યોજના) અને જી-મૈત્રી (પરિવર્તનશીલ ગ્રામીણ આવક માટે વ્યક્તિઓની વૃદ્ધિ માટે ગુજરાત માર્ગદર્શક અને પ્રવેગક) લોંચ કરવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓના ભંડોળને મહિલાઓના બેંક ખાતાઓમાં સીધા સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને આ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યા હતા.ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિના અવસરે પ્રધાનમંત્રી 25 ડિસેમ્બરે મધ્ય પ્રદેશમાં કેન-બેતવા રિવર લિંકિંગ નેશનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
December 24th, 11:46 am
પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 ડિસેમ્બરે મધ્યપ્રદેશની મુલાકાત લેશે. બપોરે લગભગ 12:30 વાગ્યે તેઓ ખજુરાહોમાં બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 20th, 11:45 am
બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું
September 20th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 18th, 12:47 pm
સરકાર પણ પશુધનની સલામતી અને સુરક્ષા માટે સમાન પ્રયાસો કરી રહી છે. આપણે જોયું છે કે કોવિડ દરમિયાન, માણસો રસી મેળવે છે, જીવન બચી જાય છે; તેઓએ તેના વિશે સાંભળ્યું અને તેની પ્રશંસા કરી કે મોદીએ મફતમાં રસી આપી, જીવન બચી ગયું... પરિવારનો બચાવ થયો. પણ આનાથી આગળ મોદીની વિચારસરણી શું છે, મોદી શું કામ કરે છે? દર વર્ષે આપણા પશુઓમાં પગ અને મોઢાના રોગને કારણે ખેડૂતો અને પશુપાલકોને હજારો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે.પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
January 18th, 12:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 09th, 12:35 pm
મોદીનીગૅરેન્ટીવાળીગાડીને લઈને જે ઉત્સાહ ગામેગામ જોવા મળી રહ્યો છે તે ભારતના દરેક ખૂણે જોવા મળે છે, પછી તે ઉત્તર હોય, દક્ષિણ હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, ખૂબ નાનાં ગામો હોય કે મોટાં ગામો હોય અને અમુક તો, મેં જોયું છે કે ગાડીનો રૂટ નથી છતાં પણ લોકો ગામવાળા રસ્તે આવીને ઊભા રહી જાય છે અને ગાડી ઊભી રખાવીને બધી જાણકારી મેળવી લે છે, એટલે આ તો ખરેખર અદ્ભૂત છે. અને મેં કેટલાક લાભાર્થીઓ સાથે હમણાં જે વાતચીત કરી. મને જણાવવામાં આવ્યું છે કે આ યાત્રા દરમિયાન દોઢ લાખથી વધુ લાભાર્થીઓને તેમના અનુભવો કહેવાની તક મળી, અને આ અનુભવોની નોંધ રેકોર્ડ કરવામાં આવી છે. અને છેલ્લા 10-15 દિવસમાં મેં વચ્ચે-વચ્ચે જોયું પણ છે કે ગામના લોકોની શું લાગણી છે, યોજનાઓ મળી છે તે પાક્કી પૂરી મળી છે કે નથી મળી. સમગ્ર ડિટેલ એમને ખબર, બધી ચીજ, હું તમારા વીડિયો જોઉં છું, ત્યારે મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે મારાં ગામના લોકો પણ તેમને જે સરકારી યોજનાઓ મળે છે તેનો કેવી રીતે સારો ઉપયોગ કરે છે.હવે જુઓ જો કોઈને કાયમી ઘર મળ્યું હોય તો તેને લાગે છે કે તેના જીવનમાં નવી શરૂઆત થઈ ગઈ છે. જો કોઈને નળથી પાણી મળે તો તેને લાગે કે અત્યાર સુધી તો આપણે પાણી માટે મુશ્કેલીમાં જીવતા હતા, આજે આપણા ઘરે પાણી આવી પહોંચ્યું છે. જો કોઈને શૌચાલય મળે તો તેને લાગે છે કે તેને ઈજ્જત ઘર મળ્યું છે અને આપણે કહેતા કે જૂના જમાનામાં મોટા મોટા ધનિક લોકોનાં ઘરે શૌચાલય ઉપલબ્ધ હતાં, હવે આપણાં ઘરોમાં શૌચાલય છે. તેથી તે સામાજિક પ્રતિષ્ઠાનો પણ વિષય બની ગયો છે.કોઈને મફત સારવાર મળી છે, કોઈને મફત રાશન મળ્યું છે, કોઈને ગેસ કનેક્શન મળ્યું છે, કોઈને વીજળીનું કનેક્શન મળ્યું છે, કોઈનું બૅન્ક ખાતું ખુલ્યું છે, કોઈને પીએમકિસાન સન્માન નિધિ મળી રહી છે, કોઈને પીએમપાક વીમાનો લાભ મળ્યો છે, તો કોઇને પીએમ સ્વનિધિ યોજના દ્વારા સહાય મળી છે, કોઇને પીએમ સ્વામિત્વ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મળ્યા છે, એટલે કે જો હું યોજનાઓનાં નામ કહું તો, જ્યારે હું જોઈ રહ્યો હતો, ત્યારે વસ્તુઓ ભારતના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે.પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
December 09th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા (વીબીએસવાય)ના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયબદ્ધ રીતે પહોંચે તે માટે સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે.Viksit Bharat Sankalp Yatra transformed into a Jan Andolan from a govt initiative: PM Modi
November 30th, 12:00 pm
PM Modi interacted with beneficiaries of the Viksit Bharat Sankalp Yatra via video conferencing. Every person in every village understands the meaning of development”, PM Modi remarked as he noted that VBSY has transformed into a public movement from a government initiative. Youth have become ambassadors of VBSY”, he said.પ્રધાનમંત્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
November 30th, 11:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી મહિલા કિસાન ડ્રોન કેન્દ્રનો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેવઘરમાં એઈમ્સમાં સીમાચિહ્નરૂપ 10,000માં જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. વધુમાં શ્રી મોદીએ દેશમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવા માટેનો કાર્યક્રમ પણ શરૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ બંને પહેલોની જાહેરાત કરી હતી, જેમાં મહિલા એસએચજીને ડ્રોન પ્રદાન કરવાની અને ચાલુ વર્ષની શરૂઆતમાં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણ દરમિયાન જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા 10,000થી વધારીને 25,000 કરવામાં આવી હતી. કાર્યક્રમ આ વચનોની પૂર્તિને ચિહ્નિત કરે છે. પ્રધાનમંત્રીએ ઝારખંડમાં દેવઘર, ઓડિશામાં રાયગઢા, આંધ્રપ્રદેશમાં પ્રકાશમ, અરુણાચલ પ્રદેશમાં નામસાઈ અને જમ્મુ અને કાશ્મીરમાં અરનિયાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.‘મન કી બાત’ (105મી કડી) પ્રસારણ તારીખ: 24.09.2023
September 24th, 11:30 am
મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.During Congress rule, nothing was done to empower Panchayati Raj institutions: PM Modi
August 07th, 10:37 pm
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in Haryana
August 07th, 10:30 am
Today, PM Modi addressed the Kshetriya Panchayati Raj Parishad in Haryana via video conferencing. Addressing the gathering, the PM said, “Today, the country is moving forward with full enthusiasm to fulfill the resolutions of Amrit Kaal and to build a developed India. The PM said, District Panchayats hold tremendous potential to drive significant transformations in various sectors. In this context, your role as representatives of the BJP becomes exceptionally vital.