કેબિનેટે અમરાવતી, આંધ્રપ્રદેશના નવા પાટનગર ખાતે જનરલ પૂલ રેસિડેન્શિયલ એકમોડેશન (GPRA)ના નિર્માણને મંજૂરી આપી
June 10th, 01:57 pm
આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય કેન્દ્રીય કર્મચારીઓને પર્યાપ્ત રહેણાંક આવાસ પ્રદાન કરીને તેમના પરનો આર્થિક બોજ ઓછો કરવાનો છે, જેથી તેમનું મનોબળ વધે, અખંડિતતાને પ્રોત્સાહન મળે અને તેમના એકંદર કલ્યાણમાં યોગદાન મળે. વધુમાં, કર્મચારીઓને તેમના કાર્યસ્થળોની નજીક રહેવા માટે સક્ષમ બનાવીને, આ પ્રોજેક્ટ કાર્યક્ષમ સરકારી કામગીરીને ટેકો આપશે અને સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓ તેમની સત્તાવાર ફરજો અસરકારક રીતે નિભાવવા માટે સરળતાથી ઉપલબ્ધ રહે.પ્રધાનમંત્રી 8મી માર્ચે દિલ્હીમાં અંદાજે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
March 06th, 05:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી માર્ચે બપોરે 12 વાગ્યાની આસપાસ દિલ્હીમાં અંદાજે ₹33,500 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે. કાર્યક્રમ પહેલા, પ્રધાનમંત્રી સરોજિની નગરમાં GPRA ટાઇપ-5 ક્વાર્ટરની મુલાકાત લેશે અને મહિલા ફાળવણીકારોને ચાવીઓ સોંપશે.