પ્રધાનમંત્રીએ પીઢ અભિનેતા શ્રી ગોવર્ધન અસરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો
October 21st, 09:16 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા શ્રી ગોવર્ધન અસરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. આજે તેમના સંદેશમાં પ્રધાનમંત્રીએ આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપી અને ભારતીય સિનેમામાં તેમના અપાર યોગદાન અને પેઢી દર પેઢીના દર્શકોને આનંદિત કરવાની તેમની ક્ષમતાને યાદ કરી છે.