આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટના ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 21st, 04:25 pm

આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યજી, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માજી, કેન્દ્રમાં મારા સાથી અને અહીં તમારા પ્રતિનિધિ, આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલજી, આસામ સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, અને મારા બધા ભાઈઓ અને બહેનો જેઓ મોટી સંખ્યામાં આપણા બધાને આશીર્વાદ આપવા આવ્યા છે, મને પંડાલમાં જેટલા લોકો છે તેના કરતાં વધુ લોકો પંડાલની બહાર દેખાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

December 21st, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના દિબ્રુગઢમાં નામરૂપ ખાતે આસામ વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની લિમિટેડના એમોનિયા-યુરિયા ફર્ટિલાઇઝર પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા શ્રી મોદીએ નોંધ્યું હતું કે આ ચાઓલુંગ સુખાપા અને મહાવીર લચિત બોરફુકન જેવા મહાન નાયકોની ભૂમિ છે. તેમણે ભીમ્બર દેઉરી, શહીદ કુશલ કુંવર, મોરાન રાજા બોદોસા, માલતી મેમ, ઈન્દિરા મીરી, સ્વર્ગદેવ સર્વાનંદ સિંહ અને વીર સતી સાધનાના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વીરતા અને બલિદાનની આ મહાન ભૂમિ, ઉજાની આસામની પવિત્ર ધરતીને નમન કરે છે.

RJD forced Congress to surrender its CM claim at gunpoint: PM Modi in Bhagalpur, Bihar

November 06th, 12:01 pm

In the Bhagalpur rally, PM Modi criticised RJD and Congress for never understanding the value of self-reliance or Swadeshi. He reminded the people that the Congress can never erase the stain of the Bhagalpur riots. Outlining NDA’s roadmap for progress, PM Modi said the government is working to make Bihar a hub for textiles, tourism and technology.

No IIT, no IIM, no National Law University — a whole generation’s future was devoured by RJD’s leadership: PM Modi in Araria, Bihar

November 06th, 11:59 am

PM Modi addressed a large public gathering in Araria, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’

PM Modi stirs up massive rallies with his addresses in Araria & Bhagalpur, Bihar

November 06th, 11:35 am

PM Modi addressed large public gatherings in Araria & Bhagalpur, Bihar, where people turned up in huge numbers to express their support for the NDA. Speaking with conviction, PM Modi said that the people of Bihar have already made up their minds – ‘Phir Ekbar, NDA Sarkar!’

બિહારના સિવાનમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

June 20th, 01:00 pm

હું દરેકને નમન કરું છું. બાબા મહેન્દ્ર નાથ, બાબા હંસનાથ, સોહાગરા ધામ, મા થાવે ભવાની, મા અંબિકા ભવાની, પ્રથમ રાષ્ટ્રપતિ દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની પવિત્ર ભૂમિ પર હું સૌને વંદન કરું છું!

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

June 20th, 12:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બિહારના સિવાનમાં 5,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. ઉપસ્થિત સૌને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રીએ બાબા મહેન્દ્ર નાથ અને બાબા હંસ નાથને શ્રદ્ધાંજલિ આપી અને સોહગરા ધામની પવિત્ર ઉપસ્થિતિનું આહ્વાન કર્યું હતું. તેમણે મા થાવે ભવાની અને મા અંબિકા ભવાનીને પણ વંદન કર્યા હતા. પ્રધાનમંત્રીએ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ, દેશ રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને લોકનાયક જયપ્રકાશ નારાયણની સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી 29 ઓક્ટોબરનાં રોજ ધન્વન્તરિ જયંતિ અને 9માં આયુર્વેદ દિવસનાં પ્રસંગે રૂ. 12,850 કરોડથી વધારેનાં મૂલ્યનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ યોજનાઓનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

October 28th, 12:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરનાં રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે નવી દિલ્હીનાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (એઆઇઆઇએ)માં આશરે 12,850 કરોડ રૂપિયાની કિંમતનાં સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ, ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રીય નક્શા પર શ્રાવસ્તીને એક અલગ ઓળખ આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે: યુપીના શ્રાવસ્તીમાં પીએમ મોદી

May 22nd, 12:45 pm

2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.

આજે વૈશ્વિક ફલક પર ભારતનું કદ અને સન્માન નોંધપાત્ર રીતે વધ્યું છેઃ બસ્તીમાં પીએમ મોદી

May 22nd, 12:35 pm

2024ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.

પીએમ મોદીએ યુપીમાં બસ્તી અને શ્રાવસ્તીની રેલીઓમાં ભારે જનમેદનીને આકર્ષી

May 22nd, 12:30 pm

2024 ની લોકસભાની ચૂંટણી પહેલા, પીએમ મોદીએ યુપીના બસ્તી અને શ્રાવસ્તીમાં તેમની વિશેષ હાજરી નોંધાવી હતી, અને વિપક્ષ સામેની તેમની લડત ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે 'વિકસિત ઉત્તરપ્રદેશ' માટેનાં તેમનાં અવિરત વિઝન પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને રાષ્ટ્રની સુખાકારી માટે લોકશાહી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.

બિહારના બેગુસરાયમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

March 02nd, 08:06 pm

હું જયમંગલા ગઢ મંદિર અને નૌલખા મંદિરમાં ઉપસ્થિત દેવી-દેવતાઓને શ્રધ્ધાંજલિ આપું છું. વિકસિત ભારત માટે વિકસિત બિહાર બનાવવાના સંકલ્પ સાથે આજે હું બેગુસરાય આવ્યો છું. આ મારું સૌભાગ્ય છે કે મને આટલી મોટી સંખ્યામાં આપ સૌના દર્શન કરવાનું જોવાનું સૌભાગ્ય મળ્યું છે.

પ્રધાનમંત્રીએ બિહારનાં બેગુસરાયમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો

March 02nd, 04:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના બેગુસરાયમાં ઓઇલ અને ગેસ ક્ષેત્રની દેશભરમાં આશરે રૂ. 1.48 લાખ કરોડનાં મૂલ્યની વિવિધ પરિયોજનાઓ તથા રૂ. 13,400થી વધારેનાં મૂલ્યનાં કેટલાંક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું તથા શિલાન્યાસ કર્યો હતો.

ઝારખંડના સિંદરીમાં વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

March 01st, 11:30 am

ઝારખંડના રાજ્યપાલ શ્રી સીપી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રી ચંપાઈ સોરેનજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી અર્જુન મુંડાજી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, અન્ય મહાનુભાવો, અને ઝારખંડના ભાઈઓ અને બહેનો, જોહાર! આજે ઝારખંડને 35 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની ભેટ મળી છે. હું મારા ખેડૂત ભાઈઓને, મારા આદિવાસી સમુદાયના લોકોને અને ઝારખંડના લોકોને આ યોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ધનબાદ, ઝારખંડમાં શિલાન્યાસ અને રૂ. 35,700 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

March 01st, 11:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિંદરી, ધનબાદ, ઝારખંડમાં રૂ. 35,700 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં ખાતર, રેલ, પાવર અને કોલસાના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ HURL મોડલનું નિરીક્ષણ કર્યું અને સિન્દ્રી પ્લાન્ટ કંટ્રોલ રૂમનું વોકથ્રુ પણ લીધું.

પ્રધાનમંત્રી શ્રીએ ઉત્તર પ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશનથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

July 07th, 08:45 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઉત્તર પ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશનથી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બે વંદે ભારત ટ્રેનો છે ગોરખપુર - લખનૌ વંદે ભારત એક્સપ્રેસ અને જોધપુર - અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ. વડા પ્રધાને લગભગ રૂ. 498 કરોડના ખર્ચે ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ પણ કર્યો હતો અને સૂચિત ગોરખપુર રેલ્વે સ્ટેશનના મોડેલનું નિરીક્ષણ કર્યું.

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

July 07th, 04:00 pm

શ્રાવણનો પવિત્ર માસ, ઈન્દ્ર દેવના આશીર્વાદ, શિવાવતાર ગુરુ ગોરખનાથની તપોસ્થળી અને અનેકાનેક સંતોની કર્મસ્થળી આ ગીતાપ્રેસ ગોરખપુર! જ્યારે સંતોના આશીર્વાદ ફળીભૂત થાય ત્યારે આવા સુખદ અવસરનો લાભ મળે છે. મારી આ વખતે ગોરખપુરની મુલાકાત 'વિકાસ ભી, વિરાસત ભી'ની આ નીતિનું એક અદ્‌ભૂત ઉદાહરણ છે. મને હમણાં જ ચિત્રમય શિવ પુરાણ અને નેપાળી ભાષામાં શિવ પુરાણનાં વિમોચનનું સૌભાગ્ય મળ્યું છે. ગીતા પ્રેસના આ કાર્યક્રમ પછી હું ગોરખપુર રેલવે સ્ટેશન જઈશ. ગોરખપુર રેલવે સ્ટેશનનાં આધુનિકીકરણનું કામ પણ આજથી જ શરૂ થવા જઈ રહ્યું છે. અને જ્યારથી મેં તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, લોકો આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે. લોકોએ ક્યારેય વિચાર્યું જ ન હતું કે રેલવે સ્ટેશનોનો પણ આ રીતે કાયાકલ્પ થઈ શકે છે. અને આ જ કાર્યક્રમમાં હું ગોરખપુરથી લખનૌ સુધી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપીશ. અને એ સાથે જ જોધપુરથી અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે. વંદે ભારત ટ્રેને સવલતો અને સુવિધાઓ માટે દેશના મધ્યમ વર્ગને એક નવી ઉડાન આપી છે. એક સમય હતો જ્યારે નેતાઓ પત્ર લખતા હતા કે અમારા વિસ્તારમાં આ ટ્રેન માટે જરા હૉલ્ટ આપો, તે ટ્રેન માટે હૉલ્ટ આપો. આજે દેશના ખૂણે-ખૂણેથી નેતાઓ મને પત્ર લખીને કહે છે કે વંદે ભારત અમારા વિસ્તારમાંથી પણ ચલાવવામાં આવે. આ વંદે ભારતનો ક્રેઝ છે. આ તમામ આયોજનો માટે હું ગોરખપુરના લોકોને અને દેશના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું

July 07th, 03:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ઐતિહાસિક ગીતા પ્રેસની શતાબ્દી ઉજવણીના સમાપન સમારંભમાં સંબોધન આપ્યું હતું અને ચિત્રમય શિવ પુરાણ ગ્રંથનું વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગીતા પ્રેસમાં લીલા-ચિત્ર મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાન શ્રી રામના ચિત્રને પુષ્પ અર્પણ કરીને વંદન કર્યા હતા.

પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની મુલાકાત લેશે અને લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

July 05th, 11:48 am

7મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં તેઓ ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે, ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ, લગભગ સાંજે 5 કલાકે, પ્રધાનમંત્રી વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

પ્રધાનમંત્રી શ્રીએ ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

June 18th, 09:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે.