સ્વાતંત્ર્ય દિનના અવસરે પ્રધાનમંત્રીએ સૌને શુભકામનાઓ પાઠવી

August 15th, 06:35 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વાતંત્ર્ય દિનના અવસરે રાષ્ટ્રને તેમની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે નોંધ્યું હતું કે આ રાષ્ટ્રીય પર્વ માતૃભૂમિ પ્રત્યે આપણા બહાદુર સ્વતંત્રતા સેનાનીઓના અદ્ભુત સાહસ, અથાક સંઘર્ષ અને અતુલનીય સમર્પણની એક માર્મિક યાદ અપાવે છે, જેણે વસાહતી શાસનનો અંત સુનિશ્ચિત કર્યો હતો.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

August 08th, 08:53 pm

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો અત્યારે જ શેર કરો!

August 05th, 10:11 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, ૩૦ ઓગસ્ટ તેમની 'મન કી બાત' કરશે. જો તમારી પાસે નવિન સૂચનો કે વિચાર હોય તો આ એક તક છે તેને વડાપ્રધાન સાથે સીધા શેર કરવાની. આમાંથી કેટલાક સૂચનોનો વડાપ્રધાન મોદી દ્વારા તેમના સંબોધન દરમ્યાન ઉલ્લેખ કરવામાં આવી શકશે.

Prime Minister expresses grief over loss of lives due to building collapse in Thane

July 31st, 01:08 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to the collapse of a building in Thane, Maharashtra.

Chief Minister of Chhattisgarh meets Prime Minister

July 31st, 01:06 pm

Chief Minister of Chhattisgarh, Shri Vishnu Deo Sai met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

PM chairs CCS Meeting to review the situation in context of ongoing West Asia Conflict

July 30th, 07:38 pm

Prime Minister Shri Narendra Modi today chaired a meeting of the Cabinet Committee on Security (CSS) to review the situation in the context of ongoing West Asia conflict and measures taken by various Ministries and Departments. This was the 4th special CCS meeting on the issue.

Prime Minister reviews flood situation in Arunachal Pradesh and Nagaland with MPs from the two states

July 30th, 03:21 pm

The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Arunachal Pradesh and Nagaland and discussed the situation in the two states in the wake of the floods.

Prime Minister shares Sanskrit Subhashitam highlighting respect for nature and environmental stewardship

July 30th, 10:26 am

PM Modi shares a Sanskrit Subhashitam highlighting that respect for nature, the environment and all creation lies at the core of our existence. He encourages everyone to serve nature with gratitude and work together towards building a healthy, prosperous and strong nation.

Prime Minister reviews flood situation in Assam with MPs from the state

July 28th, 02:12 pm

The Prime Minister, Shri Narendra Modi, met Members of Parliament from Assam and discussed the prevailing flood situation in various parts of the state.

વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ

July 26th, 05:00 pm

સાથીઓ, વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ દરમિયાન મેં એક વિચાર યુવાનો સમક્ષ રાખ્યો હતો. વિચાર એ હતો કે કેમ નહીં યુવા સાથીઓ વર્ચ્યુઅલ માધ્યમના બદલે જમીન પર ઊતરીને ભારતને જાણે, ભારત સાથે જોડાય, ભારતને જીવવાનો પ્રયાસ કરે, ભારતને સમજે. ભારતના ગામડાઓમાં વિકસિત થવા માટે કેટલી આકાંક્ષાઓ છે એ ગામડાઓમાં જઈને ખબર પડે છે અને આપણા સીમાવર્તી ગામડાઓમાં વિકાસની આકાંક્ષા અને દેશભક્તિની ભાવના એ આપણે બરાબર - બરાબર અને ક્યારેક તો લાગે છે કે તેમના માટે પોતાનાથી વધુ દેશ હોય છે. દેશ પહેલાં બાકી બધી સુવિધાઓ પછી, આ આપણને સીમાવર્તી ગામડાઓમાં ખાસ અનુભવાય છે. અને એટલા માટે ઉદ્દેશ્ય એ હતો કે દેશના અલગ-અલગ જિલ્લાના યુવાનો હિમાચલ, ઉત્તરાખંડ અને લદાખના ગામડાઓની યાત્રા કરે. ત્યાં લોકો કેવી રીતે રહે છે? ખાનપાન કેવું છે? કામકાજ, સંસ્કૃતિ, જીવન વ્યવહાર આ બધી વાતો શું છે? પડકારો શું છે? દેશના પ્રથમ ગામમાં બેઠેલા લોકો દેશની સુરક્ષા માટે કેટલા જાગરૂક છે? દેશના અન્ય ભાગોથી તેમનો લગાવ, નિકટતા કેટલી છે? આ બધી બાબતોનો અનુભવ મારા દેશના નવજુવાનોને મળે. આ અમારો ઉદ્દેશ્ય હતો. અને જે ઉત્સાહ આખા દેશના યુવાનોમાં દેખાયો, તે અદ્ભુત છે. લગભગ 3 લાખ યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને તેમાંથી 400 થી વધુ યુવાનોની પસંદગી થઈ. આપ સૌ એક સપ્તાહ સુધી આ દૂર-સુદૂરના ગામડાઓમાં રહ્યા. અજાણી જગ્યા હતી તમારા માટે. તમે ત્યાંના જીવનને જીવવાનો પ્રયાસ કર્યો. તમે તેની અંદર ભળી ગયા. પોતાની સંસ્કૃતિને ત્યાંની સંસ્કૃતિ સાથે જોડી, કનેક્ટ કરી. એક ભારત શ્રેષ્ઠ ભારતનું આનાથી અને આનાથી ઉત્તમ ઉદાહરણ કદાચ જ કોઈ બીજું હોઈ શકે.

PM Modi Interacts with Participants of Viksit Vibrant Village Programme 2026

July 26th, 04:30 pm

PM Modi today interacted with participants of the Viksit Vibrant Village Programme 2026, lauding the young friends of MY Bharat for their commendable work across the country. He highlighted the official redesignation of border settlements from the 'last' to the 'first villages' of India, noted the newly established infrastructure and praised the local inhabitants for living and breathing patriotism.

પ્રધાનમંત્રી 26 જુલાઈએ 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે

July 25th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2026ના રોજ સાંજે 4:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026'ના સહભાગીઓ સાથે સંવાદ કરશે.

26th જુલાઈના રોજ મન કી બાત સાંભળવા માટે ટ્યુન ઇન કરો

July 25th, 09:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે 'મન કી બાત'માં અનેક વિષય અને મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે. નરેન્દ્ર મોદી એપ પર 'મન કી બાત' લાઇવ સાંભળવા માટે ટ્યુન કરો.

પ્રધાનમંત્રી આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ સખત કાર્યવાહીની જાહેરાત કરશે

July 24th, 06:08 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાત્રે એક વિડિયો સંદેશમાં જાહેરાત કરી હતી કે આવતીકાલની કેબિનેટ બેઠકમાં પેપર લીક સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા પ્રધાનમંત્રીએ સચિવોની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

July 22nd, 07:37 pm

પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિકસિત ભારત લક્ષ્યાંકો તરફ ગ્રામીણ વિકાસ, કૃષિ, સામાજિક કલ્યાણ અને સંલગ્ન ક્ષેત્રોની પ્રગતિની સમીક્ષા કરવા માટે સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર સ્કાયરૂટ એરોસ્પેસ ટીમને અભિનંદન આપ્યા

July 18th, 01:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્કાયરૂટ એરોસ્પેસ ટીમ સાથે વાત કરી અને તેમને વિક્રમ-1 ના સફળ પ્રક્ષેપણ પર અભિનંદન આપ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક મહત્વવપૂર્ણ વળાંક છે. આપણા ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી નવા રસ્તાઓ ખોલી રહી છે અને નવીનતાને પ્રોત્સાહન આપી રહી છે.

પ્રધાનમંત્રીએ સ્કાયરૂટ એરોસ્પેસને શુભેચ્છાઓ પાઠવી

July 18th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે, ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ, વિક્રમ-1ના પ્રથમ ઓર્બિટલ લોન્ચ પૂર્વે સ્કાયરૂટ એરોસ્પેસને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેને દેશની અંતરિક્ષ યાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. શ્રી મોદીએ જણાવ્યું હતું કે વિક્રમ-1નું પ્રક્ષેપણ ભારતના અંતરિક્ષ મહત્વાકાંક્ષાઓ માટે એક નવી સરહદ ખોલવાનું પ્રતીક છે અને તે નવીનતા, ટેકનોલોજી અને સાહસિકતામાં દેશની વધતી જતી ક્ષમતાઓને પ્રતિબિંબિત કરે છે.

કેબિનેટે ઉત્તર પ્રદેશમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ ₹10,998.32 કરોડના કુલ કેપિટલ કોસ્ટ પર વરુણા નદીના કિનારે 6/4 લેન એલિવેટેડ કોરિડોર અને તેના રેમ્પ્સ/લૂપ્સના વિકાસને મંજૂરી આપી

July 15th, 04:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ઉત્તર પ્રદેશમાં વારાણસી શહેરની ટ્રાફિક ગીચતા ઘટાડવા માટે વરુણા નદીના કિનારે NH-31 અને વારાણસી રિંગ રોડને જોડતા 43.218 કિલોમીટરના કનેક્ટર કોરિડોરના વિકાસને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટમાં મુખ્ય કેરેજવે, ફ્લાયઓવર, લૂપ્સ, રેમ્પ્સ અને સર્વિસ રોડ સહિત મુખ્યત્વે 6/4-લેન એલિવેટેડ કોરિડોર સામેલ છે, અને તેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) હેઠળ ₹10,998.32 કરોડના કુલ કેપિટલ કોસ્ટ પર અમલમાં મૂકવામાં આવશે, જેમાં સિવિલ કન્સ્ટ્રક્શન કોસ્ટ ₹4,565.33 કરોડ અને જમીન સંપાદન ખર્ચ ₹934.91 કરોડનો સમાવેશ થાય છે.

કેબિનેટે આત્મનિર્ભર ભારત માટે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026 (NIPU-2026)ને મંજૂરી આપી

July 15th, 04:40 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આત્મનિર્ભર ભારત માટે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026 (NIPU-2026) પર ખાતર વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેબિનેટે ઓડિશા અને ઝારખંડના ચાર જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં આશરે 145 કિમીનો વધારો થશે

July 15th, 04:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના આશરે ₹3,907 કરોડના કુલ ખર્ચ ધરાવતા 02 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે: